લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ
યથાર્થ ધર્મ પ્રણેતાઓ સમગ્ર સંસારને ઇશ્વરમય જોઇ, તેની આરાધના ને પ્રેમ કરતા હતા. “વિવિધતામાં ઐક્ય”ને તેઓ નિહાળતા હતા. ત્યારે આજે, કેટલાંક લોકો આ ધર્મ પ્રણેતાઓના અનુભવોની વિપરિત વ્યાખ્યા કરી, નબળા મનવાળા લોકોનું શોષણ કરે છે.
ધર્મ અને આધ્યાત્મિકતા તો મનુષ્યના હૃદયને ખોલવાની, કરૂણાથી બધાને જોવા માટેની કૂંચી છે. પરંતુ, સ્વાર્થમાં અંધ બની, તેમના મન અને દ્રષ્ટિની વિવેકતા નાશ પામી છે. જે કૂંચીથી આપણે હૃદય ખોલવાનું હતું, તે જ કૂંચીથી આપણે હૃદયને બંધ કરી દીધું છે. આજે લોકોનો જે મનોભાવ છે, તે તો માત્ર વધુ ને વધુ અંધકાર જ સર્જવામાં સહાય કરે છે.
કોઇ એક ધર્મ સંમેલનમાં ભાગ લેવાને નીકળેલા લોકોના એક સમૂહમાંથી, ચાર જણાને એક દ્વીપ ઉપર રાત વિતાવવાનું થયું. થીજી જવાય એવી ટાઢ હતી. તે ચારેય પાસે આગ કરવા માચીસ અને બળતણ માટેના લાકડાના ટૂકડાનો નાનો ભારો પણ હતો. પરંતુ, તેઓ દરેક એમ માનતા હતા, કે ફક્ત તેમના એક પાસે જ બળતણ માટેનું લાકડું ને માચીસ છે.
બીજાએ વિચાર્યું, “આ મારાં શત્રુ રાજ્યનો છે. તેઓ હંમેશા અમારી સાથે યુદ્ધ જ કરતા હોય છે. મારાં લાકડા અને માચીસથી, શા માટે મારે તેને તાપ આપવો જોઇએ. હું કંઇ તે સહન કરવાનો નથી.”
ત્રીજાએ બીજા તરફ નજર કરી અને વિચાર્યું, “આને તો હું જાણું છું. તે તો મારા ધર્મમાં હંમેશા સંઘર્ષ ઊભો કરનાર ટોળકીમાંનો એક છે. મારું લાકડુ અને માચીસ બાળી, આને તાપ આપવો, હ.. સ્વપ્નમાં પણ તેને સહાય કરવાનો હું વિચાર ન કરી શકું.”
ચોથાએ વિચાર્યું, “હ..પેલો તો જૂદા વર્ણનો છે. તે વર્ણના લોકો તો મને દીઠા ન ગમે. મારું લાકડુ બાળી તેને તાપ આપવાનો સવાલ જ ઊભો નથી થતો.”
આ પ્રમાણે, કોઇએ પોતાનું બળતણનું લાકડુ કે માચીસનો ઉપયોગ કર્યો નહિ અને ટાઢમાં થીજીને ચારેય મૃત્યુ પામ્યા. વાસ્તવામાં, આ લોકોનું મૃત્યુ બહારની ટાઢને કારણે નહિ, પરંતુ, ટાઢા થીજેલા તેમના મનોભાવને કારણે થયું હતું. આપણે પણ આ લોકો જેવા બની રહ્યાં છીએ. રાજ્યના નામે, જાતિના નામે, ધર્મના નામે, વર્ગ અને વર્ણના નામે, આપણે પરસ્પર સંઘર્ષ કરીએ છીએ.
પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૪