Category / સંદેશ

વિષુ પર્વની ઉજવણી પર અમ્માનો સંદેશતા.૧૪ એપ્રિલ, ૨૦૨૧ – અમૃતપુરી વિષુનો તહેવાર મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધની ભવ્ય ઉજવણી છે. વિષુકણી અને કન્નીકોન્ના ફૂલ, આપણા સુખ અને સંમૃદ્ધિ ખાતર ઈશ્વરે આપણા પર ન્યોછાવર કરેલ સંપત્તિના પ્રતિક છે. સમસ્ત ભૂમિ પર વર્ષના આ સમયે કન્નીકોન્નાના ફૂલ તેમની સુવર્ણ પ્રભા પ્રસારે છે. પ્રકૃતિનો આ વૈભવ જે […]

સૌમ્યા : “ક્યારેક અહીંના નિયમો અતિશય કડક લાગે છે.” અમ્મા : “નિયમો બહુ જરૂરી છે. ખાસ કરીને એક આશ્રમમાં કે જ્યાં ઘણા લોકો વાસ કરતા હોય અને મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય. દા.ત. છોકરા છોકરીઓએ એકબીજા સાથે મુક્તપણે વાતચીત ન કરવી જોઈએ. જે લોકો અહીં આશ્રમમાં રહે છે, તેમણે બીજા માટે દાખલો બેસાડવાનો હોય […]

સૌમ્યા : “મને કોઈ વસ્તુ ગમતી હોય, અને હું તેને સ્વીકારું નહિ, તો શું તે વૈરાગ્ય કહેવાય? અમ્મા : “તે વસ્તુ જો આપણને મિથ્યા તરફ દોરી જાય, તો તે વૈરાગ્ય છે. “દરેક વસ્તુનો સ્વભાવ આપણે જાણવો જોઈએ. આ બોધ હંમેશા આપણામાં હોવો જોઈએ કે, ભૌતિક વસ્તુઓ આપણને સંતોષ આપી શકે નહી. તેનો આશ્રય લેવાથી, આપણને […]

બાળકો, કેટલાક લોકો પૂછતા હોય છે, ભક્તિના માર્ગમાં ભયને કોઈ સ્થાન છે અને શું ભય-ભક્તિ અનુચિત છે? અમ્મા એમ નથી કહેતા કે, ભય-ભક્તિ અનુચિત છે. ભક્તિની પૂર્ણતામાં ભયને કોઈ સ્થાન નથી. પરંતુ, ભક્તિના માર્ગમાં આગળ વધવા એક આરંભકને ભય-ભક્તિ ચોક્કસ સહાય કરે છે. જગદીશ્વર દરેક જીવને પ્રત્યેક કર્મનું ફળ વિતરણ કરે છે. તે સદ્‌ગુણીની રક્ષા […]

બ્રહ્મચારી : “અમ્મા, ઈશ્વર અંદર છે કે બહાર?” અમ્મા : “શરીર-બોધ હોવાને કારણે, તમે અંદર કે બહાર એમ વિચારો છો. પુત્ર, વાસ્તવમાં અંદર કે બહાર એવું કઈ જ નથી. “હું” અને “મારાં”ના ભાવને કારણે જ “હું” અને “તું”નો ભાવ આવે છે. આ બંને, ભ્રમ માત્ર જ છે. પરંતુ જ્યાં સુધી, “હું” અને “મારાં”નો ભાવ છે, […]