ૐ અસતો મા સદ્ગમય । તમસો મા જ્યોતિર્ગમય ।
મૃત્યોર્માઽમૃતં ગમય । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥
આ પ્રાર્થના, તમસો મા જ્યોતિર્ગમય — અંધકારમાંથી પ્રકાશ તરફ અમને દોરી જાઓ., આ સનાતન ધર્મની અનંત પ્રાર્થનાઓમાંની એક છે. દિવાળીનો આ પવિત્ર દિવસ આપણને બુરાઈના અંધકારમાંથી ભલાઈના પ્રકાશમાં વિકાસ કરવા. આપણી અંદર ઈશ્વરીય સિદ્ધાંતને જાગૃત કરવાને સ્મરણ કરાવતો દિવસ પણ છે. આ દિવસ આપણા ઘરોમાં અને હૃદયમાં વૈભવના દેવી લક્ષ્મીનું આવાહન કરવાનો અવસર પણ છે.
આપણે બધા જ જાણીએ છીએ કે, સનાતન ધર્મના આધારમાં રહેલા એક સિદ્ધાંત અનુસાર સર્જન અને સર્જનહાર, બે નથી પણ એક જ છે. સૂર્યને પોતાનો માર્ગં પ્રકાશિત કરવા મીણબત્તીની જરૂર નથી. ઈશ્વરને આપણી પાસેથી કશાની જરૂર નથી. સનાતન ધર્મનો મૂળ સિદ્ધાંત શસપને સર્જનમાંના સર્વકાંઈને ઈશ્વર સમાન જોઈ, આ મનોભાવ સાથે સહુંની સેવા કરવાને શીખવે છે. કહેવાય છે કે, ઈશ્વર આપણા હાથો થકી, જીહ્વા થકી, આંખો થકી, કાન થકી અને જે કોઈ કાર્ય આપણે કરીએ, તે થકી કાર્ય કરે છે. એ તો ઈશ્વર જ છે, જે સર્જનના એક એક સ્વરૂપની અંદર પ્રકાશમાન છે. ઈશ્વર જ દરેક જીવનું જીવન છે.
સનાતન ધર્મની પ્રાચીન સંસ્કૃતિ સર્વકાંઈને એક જ સત્યના મૂર્તસ્વરૂપ તરીકે જોઈ, સમસ્ત સર્જનને સ્વીકારે છે અને તેનો આદર કરે છે. ધ્યાન દરમ્યાન ઋષિઓની અંદર જીવનના રહસ્ય જે ઉદિત થયા તે મનુષ્ય અને પ્રકૃતિને, ચર અને અચરને હ્રૈયાત રાખવા તેમજ તેમના સુખ અને શાંતિની ખાતરી કરવા આજે પણ વિદ્યમાન છે.
રાવણનો સંહાર કરી ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા, ત્યારે સમસ્ત અયોધ્યામાં આ દિવસ દીવા પ્રગટાવી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસના સ્મરણમાં આજે પણ દીવા પ્રગટાવી દિવાળી મનાવવામાં આવે છે. આનો પ્રતીકાત્મક અર્થ પણ છે.
આપણે બધા જ ભગવાન શ્રીરામ સીતામાતાની શોધમાં નીકળ્યાની કથાથી પરિચિત છીએ. સીતા પોતાના અજ્ઞાન અને અવિચારી કાર્ય માટે પશ્ચાતાપ કરે છે અને વરસાદ હોય કે તાપ, સતત ભગવાન રામનું સ્મરણ કરતા હતા. આ દરમ્યાન ભગવાન શ્રીરામ ઘણા અવરોધો પાર કરી, ઘણા અસૂરોનો સંહાર કરી, અંતમાં દશાનન રાવણનો સંહાર કરે છે.
રાવણના દશ માથા દશ ઈંદ્રિયોઃ ૫ જ્ઞાન ઈદ્રિયો અને પાંચ કર્મ ઈંદ્રિયોને સૂચવે છે. રામ આ દશે ઈંદ્રિયો પર વિજય મેળવી, પોતાના અહમ્થી પર આવ્યા છે. આ પ્રમાણે તેઓ બંને, આંતરિક તેમજ બાહ્ય રીતે એક વિજયી રાજા બની અયોધ્યા પાછા ફર્યા હતાં. આ તેમનો વિજય હતો અને આ વિજય દિવાળીમાં મનાવવામાં આવે છે.
દીવા પ્રગટાવવા, આ ચેતનાના સામ્રાજ્યને પ્રકાશિત કરવાનું સૂચવે છે. આ ઉપરાંત અગ્નિ બોલેલા શબ્દ તેમજ ચેતના અથવા જાગરૂકતાને સૂચવે છે. આ જ કારણ હશે કે, આ તહેવારમાં સ્વાગત રૂપે દીવા પ્રગટાવી, ઉજવવામાં આવે છે.
જુદા જુદા રાજ્યોમાં આ તહેવાર જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. તામિલનાડુમાં નરકાસુરનો વધ, દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. અસુરના રૂપમાં દુષ્ટ શક્તિનો સંહાર મનાવવામાં આવે છે. આપણે આને અહંમ્નો સંહાર અને સભાનતાની જાગૃતીનો અવસર બનાવવો જોઈએ.
પાણી હંમેશા નીચે તરફ વહે છે. ભલે પછી તે કોઈ પર્વતની ટોચ પરથી કેમ ન વહેતું હોય. પાણીનો પાઈપ ઉપરની તરફ ચીંધીને હોય તો પણ પાણી નીચે જમીન પર જ વહે છે. પરંતુ જ્યોત હંમેશા ઉપર તરફ જ ઝળકે છે. તેને નીચેની તરફ ચીંધીને રાખો તો પણ તેની જ્યોત ઉપર તરફ જ ઝળકે છે. તેનામાં પાણીને વરાળ કરવાની ક્ષમતા છે, જે પછી વાદળ બને છે અને આકાશમાંથી વરસાદ બની વરસે છે. વર્ષાના આ જળને વિધ વિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે વિદ્યુત શક્તિ ઉત્પાદન વગેરે. આ જ પ્રમાણે ભગવાન શ્રીરામ વિશ્વ માટે હિતકારક હતા. આ રીતે તેઓ હરકોઈમાં ધર્મને જાળવી રાખવાની ઇચ્છા જાગૃત કરવામાં સફળ રહ્યાં હતા.
એક સાચા તપસ્વીની બધી જ આવશ્યકતાઓની સંભાળ લેવામાં આવે છે. દેવી લક્ષ્મી હંમેશા તેની સાથે જ છે. આપણે જો રાણી મધમાખીને પકડી લઈએ, તો બીજી મધમાખીઓ અનુકરણ કરશે. જેમ કે. આાપણી પાસે દૂધ હશે, તો તેમાંથી આપણે દૂધના બધા ઉત્પાદનો મેળવી શકીએ, જેમ કે દહીં, છાશ, માખણ, ચીઝ વગેરે વગેરે.
વિવેક, શક્તિ, હિમ્મત અને અન્ય અનેક ગુણ આપણને પ્રાપ્ત થાય, આ જ આ દિવસે દેવી લક્ષ્મીનું આવાહન કરવા પાછળનું તત્વ છે. દેવી લક્ષ્મીનો પ્રમુખ ગુણ સંપત્તિ સમૃદ્ધિ છે. અહીં આ સૂચવેલ સંપત્તિમાં દૈવિ સંપતનો પણ સમાવેશ થાય છે. દૈવિ સંપત સર્વકાંઈ સમ્મિલિત કરે છે. સંપતિ આપણને સમૃદ્ધિ તરીકે પ્રાપ્ત થવી જોઈએ. આપણે જ્યારે લાલચું બનીએ છીએ ત્યારે આ સંપત્તિમાં સમિૃદ્ધ નહિ રહે. આ સંપત્તિ જ્યારે અન્ય લોકોને મદદરૂપ બને છે, ત્યારે આપણી સંપત્તિ સમૃદ્ધ બની જાય છે. ત્યારે તે પછી સ્વર્ગીય સુંગંધથી સંપન્ન સૂર્યપ્રકાશ જેવી બની જાય છે. અને આ ત્યારે બને છે જ્યારે આપણે કરુણા કેળવીએ છીએ.
સોનામાં મધુર સુંગધની જેમ આપણા જીવન પણ અમૂલ્ય, સુવાસિત અને સુંદર બને છે. માટે, જે રીતે આપણે ઈશ્વરના સર્જનની સેવા કરીએ છીએ, તે ઈશ્વર પ્રતિની આપણી સાચી સ્તુતિ અને ભક્તિ નિશ્ચિત કરે છે. આપણે જ્યારે કોઈ દુઃખી અને પીડિત પ્રતિ થોડી કરુણા પ્રકટ કરીએ છીએ, ત્યારે આપણે ઈશ્વર પ્રત્યેનું આપણું કર્તવ્ય નિભાવીએ છીએ.
આપણે બધા આપણા અંતરના દિપકને પ્રકાશિત કરવામાં સફળ રહીએ અને બીજા લોકોમાં પણ પ્રકાશ લાવી શકીએ. બધામાં આ પ્રાપ્ત કરવા આવશ્યક મનબોળ રહે. ઈશ્વરકૃપા મારા બાળકોને અનુગ્રહિત કરે.
ૐ અમૃતેશ્વ્રર્યૈ નમઃ