વિશ્વમાતૃત્વની જાગૃતિ
અક્ષરમાળા રીતસરથી શિખવી હોય તો તેનો આરંભ હરિઃશ્રીથી જ થાય. શ, ષ, સ, હ થી ન થાય. જો શરૂઆત સરસથી થાય તો મધ્ય અને અંત પણ સરસ થાય. માત્ર શ્રધ્ધા અને ધીરજ હોવી જરૂરી છે. કારણ કે, આધારમાં જયારે ત્રૂટી હોય છે, ત્યારે સ્ત્રીના અનેક કાર્યોમાં ત્રુટી નજર આવે છે. ઉદાહરણ તરીકે, ન્યાયની દ્રષ્ટિએ સમાજમાં બધાજ ક્ષેત્રોમાં પુરુષને બરાબર સ્થાન સ્ત્રીને પણ મળવું જોઇએ. આ તેનો અધિકાર છે. આ માટે પ્રયત્ન કરવો ઠીક છે પરંતુ, શરૂઆત બરાબર હોવી જોઇએ. આજે શરૂઆતમાં જ ભૂલ થાય છે અને આ માટેની અનેક ખોટી ધારણાઓ બાંધવામાં આવી છે એમ અમ્મા કહે છે. શરૂઆતને ત્યજી, અંત તરફ દોટ મુકવી. આ તો હરિ શ્રીઃ ભણ્યા વિના અંતિમ અક્ષર શ, ષ, સ, હ થી ભણવાની શરૂઆત કરવા જેવું થયું.
સ્ત્રીના હરિ શ્રીઃ, તેના જીવનનો આધાર શું છે? સ્ત્રીને શું સ્ત્રી બનાવે છે? તેના આધારમાં રહેલા તેના મૂળ ગુણ. જેમ કે, માતૃત્વ, પ્રેમ, કરૂણા અને ક્ષમા. સ્ત્રી કોઇપણ ક્ષેત્રમાં પ્રવૃતિ કરે ત્યારે પ્રકૃતિ કે ઇશ્વરદત્ત આ ગુણોને તે ભૂલી શકે નહિ. એટલું જ નહિ, આ ગુણોમાં દ્રઢતાપૂર્વક સ્થિર રહી, સ્ત્રીએ કોઇપણ ક્ષેત્રમાં કાર્ય કરવું જોઇએ. સ્ત્રીનો આધાર, તેના જીવનના હરિશ્રીઃ, માતૃત્વ છે.
પુરુષોમાં સામાન્યતઃ કેટલાક ગુણો જે પ્રત્યક્ષ નથી દેખાતા, તે સ્ત્રીમાં જોવા મળે છે. પુરુષનું મન સામાન્યતઃ તે જે કાર્ય કરતો હોય કે તે જેનું ચિંતન કરતો હોય છે તેમાંજ ચીટકેલું હોય છે. ખાબોચિયાના પાણીની જેમ, શક્તિનો સંગ્રહ છે પુરુષ. મનને એક ભાવનામાંથી બીજી ભાવના તરફ લઇ જવું, પુરુષ માટે અઘરું છે. આ કારણથી જ કેટલાક પુરુષોના ઔદ્યોગિક જીવન અને કૌટુંબિક જીવનમાં ગૂંચવણ ઊભી થાય છે. બંનેને અલગઅલગ રીતે જોવાનું પુરુષોથી ન થાય. ત્યારે સ્ત્રીમાં આ તેનો જન્મજાત સ્વભાવ છે.
વહેતી નદીની જેમ, વહેતી શક્તિ છે સ્ત્રી. આ કારણે, કેટલાક કાર્યોમાં સ્વયંને તેમાં વ્યાપ્ત કરવાને, બધાજ કર્મો સુંદર રીતે કરી, તેમાં પૂર્ણત્વ સ્ત્રી પ્રાપ્ત કરી શકે છે. વાત્સલ્યસભર માઁની જેમ, શિક્ષણમાં, વિવેકબુદ્ધિને વિકસાવવા, બાળકની રક્ષા કરી, તેનો યોગ્ય ઉછેર કરવો સ્ત્રી માટે શક્ય છે. કુટુંબના કલ્યાણની અને કુટુંબમાં એકતા જાળવવા માટેની લગામ, સ્ત્રીના હાથમાં છે. સ્ત્રીને એક માઁ તરીકે, પત્ની તરીકે, પતિનો આત્મવિશ્વાસ વિકસાવનારી તરીકે, પતિના મિત્ર બનવું, સ્ત્રી માટે સરળ છે. કુટુંબનું માર્ગદર્શન કરવું તેમજ ઉપદેષ્ટા બનવાનો વિશેષ ગુણ સ્ત્રીમાં છે. ઉદ્યોગપતી તરીકે પણ સ્ત્રી વિજયી રહી શકે છે. ગૃહજીવન તેમજ ઔદ્યોગિક જીવન તે સારી રીતે જોડીને રહી શકે છે. ત્યારે પુરુષોમાં આ બધા ગુણો એક સાથે ભાગ્યેજ જોવા મળે છે. ઑફિસની ઔદ્યોગિક પદવીને તે ઘરમાં સાથે લઇ આવે છે. અને તેનો આ સ્વભાવ તે પત્ની અને બાળકો સાથેના તેના વર્તનમાં વ્યકત કરે છે. કેટલાક પુરુષોનો આ સ્વભાવ છે. સ્ત્રીમાં આ દોર્બલ્ય ભાગ્યેજ જોવા મળે છે.
સંજોગોનો પ્રતિકાર કરવાનો સ્વભાવ સામાન્યતઃ પુરુષોમાં જોવા મળે છે.સંજોગો ને પ્રતિફલ અથવા તેઓને કારૂણ્યપૂર્વક પરિગણવું પુરુષમન માટે કઠિન છે. ત્યારે સ્ત્રીનું મન સાહજર્યોનો સમાન ભાવે પ્રતિકાર કે પ્રતિફલ આપી શકે છે. અન્યના દુઃખને સ્ત્રી સારી રીતે સમજી શકે છે. તેમજ કરૂણાપૂર્વક તે તેનો પ્રતિફલ આપવાનો ગુણ પણ ધરાવે છે. આ સાથે જીવનમાં આવતા પડકારોને ઝીલવાની શક્તિ અને સંદર્ભોને અનુસરી તેમાંથી ઉપર ઊઠવાની ક્ષમતા પુરુષ કરતાં સ્ત્રીમાં વધુ છે.
પ્રતિકરણ અને પ્રતિફલ વચ્ચે સંતુલન જાળવવા માટેની ક્ષમતા સ્ત્રીને તેના માતૃત્વની શક્તિમાંથી પ્રાપ્ત થાય છે. આ શક્તિ થકી, જેટલું તાદાત્મ્ય તે પ્રાપ્ત કરે છે તેટલીજ શક્તિ તેનામાં વધુ જાગૃત થાય છે. આ સમયે સ્ત્રી જાગૃત થાય છે. હવે તેના શબ્દોને સમૂહ ધ્યાનથી સાંભળવાની શરૂઆત કરે છે. આ સમયે સ્ત્રીના પુનરુત્થાનનો આરંભ થાય છે.
વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન (જીનીવા – ૨૦૦૨) ભાગ ૫