બાળકો, “ત્યાગૈનૈકે અમૃતત્વમાનશુઃ” અનેકવાર આપણે આ મંત્રને સાંભળ્યો છે. ત્યાગ દ્વારા અમૃત તત્વને પ્રાપ્ત કરી શકાય. આ મંત્ર ફ઼ક્ત જાપ કરવાને કે સાંભળવાને નથી. આ તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. આ મંત્રના જાપથી પણ ક્યાંય અધિક મહત્વનું, આ તત્વને જીવનમાં ઉતારવાનું છે. આપણું પોતાનું બાળક બીમાર પડે તો આપણે તેને ઉંચકીને હોસ્પિટલ લઈ જશું. જો […]