“અમ્મા ભલે શારીરિક રીતે તમો બાળકોના હસતા ચહેરા નથી જોઈ શકતા, પરંતુ અમ્મા આપ સહુંમાંના એક એકને પોતાના હૃદયમાં નિહાળી રહ્યાં છે. અમ્મા હંમેશા આપના જ વિચાર કરે છે અને તેઓ આપ સહું માટે પ્રાર્થના કરે છે.”

અમ્માએ આગળ કહ્યું હતું કે, “મનુષ્યની સ્વાર્થતા અને પ્રકૃતિનું હદબહાર શોષણ, કોવીડ-૧૯ મહામારી માટે જવાબદાર છે.

“પ્રકૃતિ આજે થોડા સમયથી આ વિશેની સૂચનાઓ આપણને મોકલતી રહી છે. પરંતુ, મનુષ્યે તે જોવાને, સાંભળવાને કે તેમાં રહેલા અત્યંત ગંભીર સંદેશને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જે ખરાબ આદતો આપણે કેળવી છે, તે હવે આપણો સ્વભાવ બની ગઈ છે. તે આદતોએ ક્રમશઃ આપણી વર્તણુક અને આપણી જીવન રીતને આકાર આપ્યો છે. આપણો અહંકાર આપણને બદલવા નથી દેતો. આપણે વિચાર્યું હતું કે, આ પરિસ્થિતિ વધું સમય નહિ રહે, પરંતુ આપણી બૌધિક ગણતરીઓ અને આધુનિક વિજ્ઞાન પણ ખોટા પડયાં છે. કોરોના વાયરસ સામે મનુષ્ય નિઃસહાય અને અરક્ષિત બની ગયો છે.”

અમ્માએ કહ્યું કે, “બીજાના દોશ શોધવા કે પશ્ચાતાપ કરવાનો આ સમય નથી. અત્યારે જેની જરૂર છે, તે આળસને એકબાજું પર મૂકી, પૂર્ણ જાગરૂકતા અને હિમ્મત સાથે ધાર્મિક કાર્યો કરવાના છે. અમ્માએ પછી માનવતાને આગળ વધવા અનુસરવાને સાત મુદ્દાઓ કહ્યાં હતાં.

આ સાત મુદ્દાઓ આ પ્રમાણે છેઃ
૧. શક્ય તેટલું તમારા શરીર અને મનને નિયંત્રણમાં રાખો.
૨. નિયમિત થોડી ઘણી પણ આધ્યાત્મિક સાધના કરવાનું રાખો.
૩. પ્રકૃતિ સંરક્ષણને તમારા નિત્ય દૈનિક ક્રમનો ભાગ બનાવો.
૪. પ્રકૃતિની શક્તિઓને તુચ્છ માની, તેને નિમ્ન માનશો નહિ.
૫. જીવનને વિશાળ દ્રષ્ટિકોણથી જૂઓ.
૬. તમારી સ્વાર્થી અને નિસ્વાર્થ જરૂરીયાતો વચ્ચે સંતુલન બનાવશો.
૭. ઈશ્વર-પરમેશ્વર દ્વારા બનાવવામાં આવેલ વૈશ્વિક નિયમોને સમજો અને તેનું પાલન કરશો.

મનુષ્યની સ્વાર્થતા વિશે સમજાવતા અમ્માએ આગળ કહ્યું, “ફેંકી દેવાના ઉત્પાદનો માટે એક સમાન પદ વાપરવામાં આવે છેઃ ઉપયોગ કરો અને ફેંકી દો, (યુસ એન્ડ થ્રો). વાસ્તવમાં આ કથન, આજે આપણે જે કાળમાં રહીએ છીએ, તેનું વર્ણન કરે છે. આજે સમાજમાં આ પ્રકારના મનોભાવનું વર્ચસ્વ છે. આ પછી જે વસ્તુ આપણે ખરીદીએ તે વિશે હોય અથવા પ્રકૃતિ કે પછી આપણા સંબંધો વિશે હોય. આ દ્રષ્ટિકોણ સ્વાર્થતામાંથી જન્મ લે છે. સ્વાર્થતા સ્વયં રચીત રોગ જેવી છે, જ્યાં આપણા શરીરના જીવકોશ સ્વયં આપણા પર આક્રમણ કરે છે, અને આપણા જ શરીરનો નાશ કરે છે. અન્ય લોકોની ભાવનાઓ અને અધિકારોને ધ્યાનમાં લેવાની આપણી ક્ષમતા નાશ પામે છે. પોતાના નીજી લાભ ખાતર પાડોશીઓ કે પ્રકૃતિને નુકશાન પહોંચાડવામાં લોકો સ્હેજેય ખેદ કે પસ્તાવાની લાગણી અનુભવતા નથી. પરંતુ, આ પ્રમાણે અપ્રમાણિકતાથી પ્રાપ્ત કરેલ લાભથી ક્યારેય કોઈનું ભલું થયું નથી.” સ્પષ્ટ કરતા અમ્માએ કહ્યું હતું કે, “કોવીડ પ્રકૃતિ પાસેથી મળેલી સજા નથી. પરંતુ, મનુષ્યને સ્વયંને સુધારવા સહાય કરવા માટેની ચેતવણી છે.

“આપણને લાગશે કે, સંઘર્ષનો આ સમય પ્રકૃતિ તરફથી પ્રાપ્ત સજા છે. પરંતુ, આ રીતે તેને લેશો નહિ. આને આપણી જીવન રીત સુધારવા માટે પ્રકૃતિની હાકલ સમજશો. આપણે વધું ખરાબ કાર્યો ન કરીએ, તે માટે આ ઈશ્વર પાસેથી પ્રાપ્ત શોક ટ્રીટમેન્ટ છે, એમ વિચારશો. ધરતી માતા અને પ્રકૃતિ માતા, બંનેને ધીરજના મૂર્ત સ્વરૂપ માનવામાં આવ્યા છે. પરંતુ મનુષ્યે આ ધીરજને, બધા જ પ્રકારના અત્યાચાર કરવા માટેની પરવાનગી માની લીધી છે. આ ભૂલને સુધારવાનો સમય થઈ ચૂક્યો છે.”


પોતાના સંદેશના અંતમાં અમ્માએ કરુણાની તાતી જરૂર પર ભાર દેતા કહ્યું હતું, “પવન જે દિશામાં વાય છે, ફૂલની સુંગંધ પણ તે દિશામાં જ પ્રસરે છે. પરંતુ, સારપની સુવાસ તો બધી જ દિશાઓમાં સમાનરૂપે પ્રસરે છે. આ વિશ્વમાં બધા જ લોકોને સહાય કરવાને આપણાથી કદાચ ન થાય, પણ જો આપણી આજું બાજુંના થોડા લોકો પ્રતિ આપણે કરુણા પ્રકટ કરી શકીએ, તો તેઓ અન્ય લોકો પ્રતિ તેને પસાર કરશે અને પછી બહું જ જલ્દી સાંકળની કડીની જેમ તે પ્રસરવા લાગશે. આ કરુણાનો વાયરસ, કરોનાના વાયરસ પર વિજય મેળવવાને સક્ષમ છે. આ જ તો તે વાયરસ છે, જેને આજે સમસ્ત વિશ્વમાં પ્રસારવો જરૂરી છે.” અમ્મા પછી બધા આશ્રમવાસીઓને વિશ્વ શાંતિ માટેની પ્રાર્થનામાં દોરી ગયા હતા. આ ધ્યાનમાં બધા આશ્રમવાસીઓએ આકાશમાંથી શાંતિના સફેદ ફૂલની વૃષ્ટી થઈ રહી છે, એવી કલ્પના કરી હતી. વાસ્તવમાં ઘણા વર્ષો પહેલાં અમ્માએ વારંવાર ચેતવણી આપી હતી કે, ૨૦૨૦ માનવતા માટે અત્યંત કષ્ટદાયક વર્ષ હશે. ૐ