થોડા દિવસોથી અમ્માનું સામિપ્ય ન મળતા, આશ્રમમાં રહેતી મંજુ નામની બાલિકા, અમ્મા સાથે થોડો સમય વિતાવવા આજે સ્કૂલે ગઈ ન હતી. સ્કૂલે ન જવાના કારણની જાણ થતા, અમ્મા સોટી લઈને દોડી આવ્યા. સ્કૂલે નહિ જાય તો સોટીનો માર મળશે, એમ ધમકાવતા તેનો હાથ ઝાલી અમ્મા મંજાૂને કિનારાપર હોડી સુધી લઈ ગયા. કિનારેથી અમ્મા પછી દર્શન આપવા દર્શન કુટીરમાં પાછા ફર્યા. […]