અહીં આવતા મોટાભાગના બાળકોને અહીં પહોંચ્યા પછી જલ્દી પાછા  જવાની જ  ચિંતા હોય છે. પાછા ફરવા વળતી બસના વિચાર હોય છે. અમ્માને જોઈ, જેમ તેમ દંડવત કરી પાછા ફરવાની ઉતાવળમાં હોય છે. “અમ્મા, ઘરે કોઈ નથી. જલ્દી પાછું  ફરવું છે. બસનો સમય થઈ ગયો.” મોટાભાગના લોકોને કહેવાને આ જ હોય છે. સમર્પણ, એ મૂખેથી કહેવાનું […]