સ્મિત કરતા અમ્માએ કહ્યું, “બાળકો, એકાગ્રતા એમ ઝડપથી પ્રાપ્ત થતી નથી. તેના માટે નિરંતર પ્રયત્ન જરૂરી છે. તેમછતાં, એકાગ્રતા ન થાય તો પણ સાધનાનો ક્રમ ક્યારેય તોડશો નહિ. એકાગ્રતા માટે સાધનામાં નિયમિત્તા જરૂરી છે. તે માટેનો સ્થિર ઉત્સાહ જોઈએ. પોતે આધ્યાત્મિક જીવન જીવે છે, તે બોધ સાથે પ્રત્યેક ક્ષણ જાગરૂકતા સાથે આગળ વધવું જોઈએ.”   […]