યુવાઓનું એક ટોળું અમ્માના દર્શન માટે આવ્યું હતું. દૂર ઊભા રહી, થોડીવાર સુધી તેઓ અમ્માને નિહાળતા રહ્યાં. ઘણીવાર સુધી આમ ઊભા રહી, છેવટે તેઓ પણ કામમાં જોડાયા. તેઓ અમ્માને થોડા પ્રશ્નો પૂછવા માગતા હતા. પરંતુ, કોઈ કારણવશ તેઓ પૂછતા ન હતા. તે યુવાઓમાંના એકે આખા કપાળમાં ભસ્મ ચોળી હતી. કુટસ્થમાં ચંદનનો ચાલ્લો અને ચાંદલાની વચ્ચે […]