યુવાઓનું એક ટોળું અમ્માના દર્શન માટે આવ્યું હતું. દૂર ઊભા રહી, થોડીવાર સુધી તેઓ અમ્માને નિહાળતા રહ્યાં. ઘણીવાર સુધી આમ ઊભા રહી, છેવટે તેઓ પણ કામમાં જોડાયા. તેઓ અમ્માને થોડા પ્રશ્નો પૂછવા માગતા હતા. પરંતુ, કોઈ કારણવશ તેઓ પૂછતા ન હતા. તે યુવાઓમાંના એકે આખા કપાળમાં ભસ્મ ચોળી હતી. કુટસ્થમાં ચંદનનો ચાલ્લો અને ચાંદલાની વચ્ચે કંકુનું ટપકું કરેલું હતું. તેણે તેની પાસે બેઠેલા યુવકને કોણીથી હળવો ધક્કો મારતા કહ્યું , “અરે જો તો, અમ્માએ પણ ભસ્મ લગાવી છે.”
“કેમ બાળકો, તમે કોની વાત કરી રહ્યાં છો?” અમ્માએ પૂછયું.
યુવક : “અમ્મા, હું ભસ્મ અને ચંદન કંકુ લગાડું, તે આ લોકોને હાસ્યસ્પદ લાગે છે. વાઘ જેવો વેશ કાઢીને વાઘણદાવ રમવા ઉતર્યો છે, એમ કહે છે.”
બીજા યુવકોના મુખ ઝાંખા પડી ગયા. તેમાંના એકે પૂછયું, “શા માટે કપાળે ભસ્મ, ચંદન વગેરે લગાવવા જોઈએ? આ બધાનો અર્થ શું છે?”
અમ્મા : “બાળકો, આપણે ચંદનનો લેપ કરીએ, પવિત્ર ભસ્મ લગાવીએ, પણ આ બધા પાછળ રહેલા તત્વને સમજવાનો પ્રયત્ન આપણે કરતા નથી. ભસ્મ ધારણ કરતી વખતે, આપણે હાથમાં જ્યારે ભસ્મ લઈએ ત્યારે, આ જીવનની નોંેંરપ્રકૃતિને આપણે યાદ કરવી જોઈએ. આજ નહિ તો કાલે, આપણે બધા મરીને એક મૂઠી રાખ બની જઈશું. હંમેશા આ બોધ રહે, તે માટે આપણે ભસ્મ ધારણ કરીએ છીએ. પ્રિયતમાની સાડીની કોર જોવા માત્રથી, પ્રિયતમાનું૨ સ્મરણ થઈ આવે છે. આ જ પ્રમાણે, ચંદન, ભસ્મ, રુદ્રાક્ષ, આ બધાં ઈોંેંરની કોર છે. આપણામાં આત્મસ્મરણ જગાડે છે. કોઈ ગમે તેટલું મહાન હોય કે ગમે તેટલું તુચ્છ હોય, કોઈ પણ ક્ષણે મૃત્યુ પામી શકે. માટે જ, કોઈ સાથે બંધાયા૨ વિના, કેવળ એક ઈોંેંર સાથે જ બંધન રાખી આપણે જીવવું જોઈએ. જે લોકો સાથે આપણે બંધન રાખીએ છીએ, તેમાંનું કોઈ આપણી સાથે નહિ આવે.”
“તો પછી શા માટે ચંદનનો લેપ?” એક યુવકે પૂછયું.
અમ્મા : “ચંદનમાં ઉત્તમ ઔષધગુણ છે. શરીરના અમુક ભાગ પર ચંદનનો લેપ કરવાથી, શરીર અને જ્ઞાનતંતુઓ ઠંડક અનુભવે છે. વ્યક્તિના સ્વાસ્થ્યમાં પણ વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત, ચંદનનો લેપ કરવા પાછળ એક અન્ય તત્વ પણ છે. ચંદનમાં સુવાસ છે. સુવાસ ચંદનના લાકડાની અંદર જ છે. તે બહાર કયાંય નથી. આ જ પ્રમાણે, આનંદ આપણી અંદર જ છે. આ તત્વને સમજી, તે અનુસાર આપણે જીવન જીવવું જોઈએ.
“ચંદનનો ટૂકડો જો કાદવમાં પડે, તો તેનો બહારનો ભાગ સડી જશે અને તેમાંથી દુર્ગંધ આવશે. પણ તે જ ચંદનના ટૂકડાને સાફ કરી, પથ્થર પર ઘસવામાં આવે, તો તેમાંથી કેવી અદ્ભૂત સુગંધ આવશે! આ જ પ્રમાણે ભૌતિકતાના કળણમાં ડૂબેલા રહેશું, તો ક્યારેય આત્માનુભૂતિની સુગંધ નહિ અનુભવી શકીએ!
યુવક : “લોકો શા માટે રુદ્રાક્ષ ધારણ કરે છે?”
અમ્મા : “રુદ્રાક્ષ, એ શરણાગતિનું તત્વ છે. રુદ્રાક્ષના મણીને માલાના રૂપમાં ગોઠવીને જે રાખે છે, તે એક દોરો છે. આ દોરામાં તે પરોવાયેલા હોય છે. આ જ પ્રમાણે, આપણામાંનુ હરએક, તે પરમાત્માના લીલામણી માત્ર જ છીએ. રુદ્રાક્ષ આપણને ઈશ્વરમાં પૂર્ણશરણાગતિનો ભાવ શીખવે છે.”