“ભગવદ્‌ગીતા, એક એક પ્રવૃત્તિ પછી તે ભૌતિક હોય કે આધ્યત્મિક, તેમાં સફળતા તરફનો માર્ગ બતાવે છે. સામાન્યતઃ મનુષ્ય પોતાના સાહસ બદલ ભૌતિક તૃપ્તિ જ શોધતો હોય છે. પણ જ્યારે તે આ મનોભાવ સાથે કર્મ કરે છે, ત્યારે આ વાતની કોઈ ખાતરી નથી હોતી કે, તેને સુખ અને સંતૃપ્તિ પ્રાપ્ત થશે કે કેમ. એમ પણ બને કે, જે સુખ અને સંતૃપ્તિ તેની પાસે હતા, તે પણ નાશ પામે. આપણી આજુંબાજું આના ઘણા ઉદાહરણો આપણને જોવા મળશે.

એક બાજું પૂર્વે તેમણે કરેલા કર્મો છે અને વર્તમાનના તેમણે સર્જેલા સંઘર્ષો છે. બીજી બાજુ વર્તમાનમાં લીધેલા ખોટા નિર્ણયો અને તેમાંથી પરિણમિત કર્મ છે, જે ભવિષ્યમાં મહત્વના સંઘર્ષોનું સર્જન કરશે. સંઘર્ષોના આ બંને સમૂહ મનુષ્ય અસ્તિત્વના પ્રમાણ છે. આ યથાર્થ યુદ્ધભૂમિ છે.

શરીર અને મન વચ્ચે પણ આ જ પ્રકારના સંઘર્ષો છે. બુદ્ધી અને મન વચ્ચે, વિવેક અને લાગણીઓ વચ્ચે સતત યુદ્ધ ચાલતું રહે છે. આ પ્રકારના બહારી અને આંતરિક સંગ્રામો કોઈ નવીન બાબત નથી. આ મનુષ્ય ઈતિહાસ જેટલા પુરાતન છે. કુરુક્ષેત્રનું યુદ્ધ – મનુષ્ય સંઘર્ષનું પ્રતીક કહીં શકાય.

આપણે નિત્ય યુદ્ધભૂમિ પર છીએ. આપણે કંઈ પણ હાંસલ કરવા નીકળીએ, ત્યારે માર્ગમાં આવતા અવરોધોને પાર કરવા જ પડે છે. આ અવરોધોને પાર કરવા, એક યુદ્ધ સમાન જ છે. દા.ત. પરીક્ષામાં આપણે સારા માર્ક મેળવવા માગીએ છીએ. આપણે જ્યારે આ પ્રમાણે મહેનત કરીને ભણતા હોઈએ, ત્યારે કોઈ ફ્રેંડ આપણને સિનેમા જોવા બોલાવશે. આપણે વિચારીશું, “તે મને આ સિનેમા જોવા બોલાવે છે. મારે જવું કે ન જવું? આમાં કયો નિર્ણય સાચો હશે? હું જાઉં તો કદાચ પરીક્ષામાં નપાસ થઈશ. પણ હું જો ન જાઉં, તો શું હું મારા મિત્રને નિરાશ નહિ કરું? મારા મિત્ર પ્રતિની મારી આસક્તિના કારણે, તે મને બોલાવે ત્યારે તેની સાથે ન જવું જોઈએ શું?” અહીં એક યુદ્ધ-એક સંઘર્ષ ચાલી રહ્યું છે. પરંતુ, આપણે જો આપણું લક્ષ્ય સિદ્ધ કરવા ચાહતા હોઈએ, તો આપણે વિવેક કરવો જ જોઈએ. “હું જો તેની સાથે જાઉં, તો શું થશે? ભણવાનો મારો બહુમૂલ્ય સમય હું ગુમાવીશ. પછી હું મોડેથી સૂઈશ, મારી યાદશક્તિ પર તેની અસર પડશે. અને પરીક્ષામાં હું સારા માર્ક નહિ મેળવી શકું!” આ એક પ્રકારની નેતિ, નેતિની ક્રમવાર પદ્ધતિ છે. જે કંઈ ઉપયોગી નથી, તેનો પદ્ધતિવાર ઈન્કાર કરવો. આને પણ આપણે યુદ્ધ કહીં શકીએ.

આગળ વધવા યુદ્ધમાં શામેલ થવું જ જોઈએ. જે એમ વિચારીને દૂર ચાલ્યા જાય છે કે, તે યુદ્ધ કરવા નથી માગતો, તે નિષ્ફળ છે. તેણે મૃત્યુ સામે પોતાનું મસ્તક નમાવી દીધું છે. આથી વિપરીત બીજો માર્ગ અમરત્વ તરફ દોરી જાય છે અને આ માર્ગ પર વ્યક્તિના પગલા તેને આગળ અને આગળ લઈ જાય છે.

આ ધર્મ જ્યારે જાગૃત થશે, ત્યારે સમાજમાં આપણે સંવાદિતા લાવી શકીશું. આપણે જ્યારે બદલીએ, ત્યારે બીજામાં આપણે પરિવર્તન લાવીએ છીએ. માટે, એ તો મન જ છે, જે સર્વકાંઈના આધારમાં રહેલું કારણ છે. આપણે જો મનનો સ્વભાવ સમજવા લાગીએ, ત્યારે જ આપણે મનનો ઉદ્ધાર કરી શકીએ.

ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્‌।
આત્મૈવ હ્યાત્માનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ॥
મનુષ્યે આત્મા વડે (શરીર, મન, ઈદ્રિયોના સંયમ દ્વારા) સ્વઆત્માનો ઉદ્ધાર કરવો, (પણ) તેને અધોગતિએ ન લઈ જવો, આ રીતે (આત્માનો ઉદ્ધાર અને અધોગતિ દ્વારા) મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે. (ભ.ગી.૬:૫)

આપણે સ્વયં જાગૃત થઈ, સ્વયં આગળ વધવું જોઈએ. એવી ઘણી બાબતો છે, જે આપણે સ્વયં જ કરી શકીએ, જે અન્ય કોઈ આપણી પાસે કરાવી શકે નહિ. દા.ત. આપણને ભૂખ લાગી હોય, ત્યારે બીજા ખોરાક લાવી આપણને આપી શકે. પરંતુ આપણી ભૂખને સંતોષવા, ખોરાક તો આપણે સ્વયં ખાવો જોઈએ. અન્યથા ભૂખ તો રહેવાની જ. આપણી બદલીમાં જો આપણી મા, કે પિતા, કે ભાઈ બહેન અથવા આપણો ખાસ મિત્ર તે ખોરાક ખાય, તો આથી આપણી ભૂખ તો સંતોષવાની નથી.

આપણામાં ક્ષમતા હશે. વાહનમાં પર્યાપ્ત માત્રામાં પેટ્રોલ હશે. પરંતુ બેટરીમાં ચાર્જ ન હોય, તો વાહન સ્ટાર્ટ નહિ થાય અને બળતણ ઉપયોગમાં નહિ લઈ શકાય. આ જ પ્રમાણે, એ તો આત્મ વિશ્વાસની બેટરી છે, જે વ્યક્તિને આગળ લઈ જાય છે. આ તે બુસ્ટર રોકેટ છે, જે આપણને ઉંચાઈઓ પર લઈં જાય છે.

આપણા મન ગૂચવાયેલા છે, જાણે ત્રિભેટા પર હોય. કઈ બાજું જવું, જાણતા નથી. ગુરુ તરત પછી આપણને ધોરી માર્ગ તરફ દોરી જાય છે. ધોરી માર્ગ પર પહોંચ્યા પછી આપણે મુક્ત પણે સરળતાથી ડ્રાઈવ કરી શકીએ.

એ તો ચોક્કસ છે કે, ગુરુ જ પ્રેરણાના સતત સ્રોત છે. એમાં કોઈ સંશય નથી. પરંતુ, આપણા તરફનો પ્રયત્ન પણ મહત્વનો છે. “હું” અને “મારું”નો ભાવ એકબાજું પર રાખી આપણે ગુરુ ઇચ્છાને આજ્ઞાંકિત થવા તૈયાર થવું જોઈએ. આ મનોભાવ કેળવીએ ત્યારે આપણે ગુરુકૃપાને ખુલા થઈએ છીએ. આપણે સ્વચ્છ ખાલી પાત્ર જેવા બની જઈએ છીએ જે દૂધને બગાડયા વિના ધારણ કરી શકે. અથવા આ પાસપોર્ટ મળી ગયા પછી વિસા માટે અપેક્ષા કરવા જેવું છે. અહીં પાસપોર્ટ શિષ્યના ખુલાપણા સમાન છે અને વિસા, કૃપાનું ઘટક.

આત્મ-કૃપા અથવા આપણી પોતાની કૃપા આના જેવી છે. આપણે સ્વયંને ક્યારેય ઉતારી પાડવા ન જોઈએ. ન તો આપણામાં લઘું હોવાનો ભાવ હોવો જોઈએ. આપણે જ્યારે સ્વયંને બીજા કરતાં ઉતરતા માનવા લાગીએ છીએ, ત્યારે આપણે દુઃખી હશું, ક્રોધિત હશું અને આ પ્રમાણે આપણે નકારાત્મક વર્તનમાં સરકી જઈએ છીએ.

જીવનમાં આપણે જ્યારે નિરાશા અને કઠિનાઈઓમાંથી પસાર થઈએ, ત્યારે અનેકવાર આપણે આપણી વચનપાલન, જવાબદારીઓ અને સ્વધર્મથી દૂર ભાગી જઈએ છીએ. આપણે આ સમજતા નથી કે, આમ ન કરતા આપણે સ્વયંને આવા સંજોગોમાં જાગૃત કરવા જોઇએ અને આપણી ફરજો વિવેકપૂર્વક નિભાવવી જોઈએ. સ્વયંને જાગૃત કરી, પૂર્ણ જાગરૂકતા સાથે આપણા કર્મ કરવા જોઈએ. આ અત્યંત મહત્વની બાબત છે. આ એક અત્યંત મહત્વની જવાબદારી છે, જે આપણને સોંપવામાં આવી છે.

સાધકો માટે અનેક પ્રકારના પડકારો હોય શકે. આંતરીક તેમજ બહારી, તે અત્યંત તીવ્ર પણ હોય શકે. માટે જ્યારે નિરાશા આપણા પર નિયંત્રણ કરે, ત્યારે ક્ષણનોય વિલંબ કર્યા સિવાય શાસ્ત્રોની ઉક્તિઓ અને મહાત્માઓના વચનો પર મનન કરી, પોતાનો આત્મવિશ્વાસ દ્રઢ કરી, સ્વયંને ઉપર લાવવા જોઈએ. કોઈ પણ હિસાબે સ્વયંને પોતાનો આત્મ-વિશ્વાસ ગુમાવવા ન દેવો જોઈએ.

આપણે સ્વયં આપણા માર્ગમાંના ફૂલ અને કંટક છીએ. ચીકણી માટીથી આપણે દેવી દેવતાઓની મૂર્તિ બનાવી શકીએ અને પિશાચની પણ. બંને આપણું પોતાનું જ સર્જન છે.

આપણે સ્વયં આપણા પોતાના મિત્ર પણ છીએ અને પોતાના શત્રુ પણ. આંતરિક તેમજ બહારી શત્રુઓ હોય શકે. પરંતુ આ બંનેનું સર્જન આપણા પોતાના મન દ્વારા થયું છે.આપણું મન જો આપણને ધર્મના માર્ગ પર, ઈશ્વર તરફના માર્ગ પર દોરી જાય, તો તે આપણો આંતરીક મિત્ર છે. મન જો આપણને ધર્મ અને ઈશ્વરથી દૂર લઈ જાય, તો તે આપણો આંતરીક શત્રુ છે.

આત્મ વિશ્વાસ બુસ્ટર રોકેટ જેવું છે. સ્વયંની તુલના બીજા સાથે કરી, લઘુગ્રંથી વિકસાવશો નહિ. જે લોકો બહું હિમ્મતવાન માનવામાં આવે છે, તેઓ પણ પોતાનો આત્મ-વિશ્વાસ ગુમાવી શકે.”

ગીતા જયંતીની ઉજવણી પછી અમ્માએ પોતાના દીર્ઘ સંબોધનમાં બધાને આત્મ સંમાન અને આત્મ વિશ્વાસનું મહત્વ સમજાવ્યું હતું. ૐ