આશ્રમમાં દરેક કામની જવાબદારી એક એક બ્રહ્મચારીને સોંપવામાં આવી છે. સમયે સમયે કામમાં બદલી થવાની પણ પ્રથા છે. અમ્મા અનેકવાર કહેતા હોય છે કે, “બ્રહ્મચારીએ કોઈ પણ કામમાં પાછળ ન રહેવું જોઈએ. બધા કામનું જ્ઞાન તેમને હોવું જોઈએ.” સવારના સાત વાગ્યા હતા. અમ્મા આશ્રમની આસપાસના વિસ્તારમાં ચાલતા દેખાયા. અમ્મા ત્યાં જમીન પર પડેલા કાગળના ટૂકડા, […]