બપોરના ત્રણ વાગ્યા હતા. આવતીકાલે, માતૃવાણી પત્રિકાઓને ટપાલમાં મોકલવાનો દિવસ હતો. ઘણું કામ બાકી હતું. ધ્યાન મંદિરના વરાંડામાં બેસી, અમ્મા અને બ્રહ્મચારીઓ સાથે મળીને પત્રિકાઓને કવરમાં નાખી, સ્ટેંમ્પ ચોટાડતા હતા. હોલેંડથી આવેલ પીટર ત્યાં આવ્યો. તે ઘણો ગુસ્સામાં હતો અંગ્રેજીમાં તેણે બ્રહ્મચારી નીલુને કહ્યું, “કોના કહેવાથી તેં ગુલાબના છોડવાઓ પર કીટનાશક દવા છાંટી હતી? અહિંસા વિષે […]