બપોરના ત્રણ વાગ્યા હતા. આવતીકાલે, માતૃવાણી પત્રિકાઓને ટપાલમાં મોકલવાનો દિવસ હતો. ઘણું કામ બાકી હતું. ધ્યાન મંદિરના વરાંડામાં બેસી, અમ્મા અને બ્રહ્મચારીઓ સાથે મળીને પત્રિકાઓને કવરમાં નાખી, સ્ટેંમ્પ ચોટાડતા હતા. હોલેંડથી આવેલ પીટર ત્યાં આવ્યો. તે ઘણો ગુસ્સામાં હતો અંગ્રેજીમાં તેણે બ્રહ્મચારી નીલુને કહ્યું, “કોના કહેવાથી તેં ગુલાબના છોડવાઓ પર કીટનાશક દવા છાંટી હતી? અહિંસા વિષે બોલતા લોકોએ, આ રીતે મૂંગા જીવોની હત્યા ન કરવી જોઈએ.” બ્રહ્મચારી નીલુએ તેના શબ્દોનું ભાષાંતર કરી, અમ્માને કહ્યું. પરંતુ અમ્મા કંઈ બોલ્યા નહિ. તેઓ તો કામ કરતા રહ્યાં. તેમણે પીટર તરફ ફક્ત એક નજર કરી.
પીટર મુખપર વિષાદના ભાવ સાથે, અલગ થઈને ઊભો હતો. થોડીવાર પછી, અમ્માએ પીટરને બોલાવ્યો, “બેટા પીટર, ગાયત્રી પાસેથી અમ્મા માટે પીવાને થોડું પાણી લઈ આવ તો?”
અમ્મા માટે પાણી લઈને આવ્યો, ત્યારે પણ પીટર ઉદાસ હતો.
પાણીનો ગ્લાસ હાથમાં લેતા અમ્માએ પૂછયું, “આ તો ઉકાળેલું પાણી છે. અમ્માને સાદુ પાણી બસ છે.”
પીટર : “અમ્મા, હું તમારા માટે ફીલ્ટરનું પાણી લઈ આવું છું. અથવા નારિયેળનું પાણી લઈ આવું?”
અમ્મા : “અમ્માને તો ફક્ત સાદું પાણી જોઈએ છે.”
પીટર : “અમ્મા, હું તમારા માટે ફીલ્ટરનું પાણી લઈ આવું છું. અથવા નારિયેળનું પાણી લઈ આવું?”
અમ્મા : “અમ્માને તો ફક્ત સાદું પાણી જોઈએ છે.”
અમ્મા : “પરંતુ પુત્ર, પાણી ઉકાળતી વખતે કેટલાક જંતુઓ નાશ પામે છે. શું તે પાપ નથી?”
પીટર પાસે કોઈ ઉત્તર હતો નહિ.
અમ્મા : “ચાલતી વખતે કેટલાક જીવજંતુઓ આપણા પગ નીચે કચડાયને નાશ પામે છે. શ્વાસ લેતી વખતે પણ મરે છે. આને ટાળવું શક્ય છે?”
પીટર : “હું કબૂલ કરું છું કે આ આપણા નિયંત્રણમાં નથી. પરંતુ, છોડવાઓ પર દવાનો છંટકાવ કરવો, એ તો આપણા નિયંત્રણમાં છે?”
અમ્મા : “એ ઠીક છે. પુત્ર, તારું બાળક કે પછી સ્વયં અમ્મા બીમાર પડે, તો શું તું દવા લેવા માટે આગ્રહ નહિ કરે?”
પીટર : “હા સ્તો. બીમારી દૂર કરવી, એ જ તો મૂખ્ય છે.”
અમ્મા : “દવા લેવાથી, લાખો રોગ કીટાણુ નાશ પામે છે!”
પીટર : “એ તો…”
પીટર પાસે કોઈ ઉત્તર હતો નહિ.
અમ્મા : “ત્યારે રોગ કીટાણુ પ્રત્યે સહાનુભૂતિ ન રાખી શકાય. આ ગુલાબના છોડવાઓપર જ્યારે રોગના કીટાણુ આક્રમણ કરે, ત્યારે તે પોતાનું દુઃખ કોને કહે? કારણ કે આપણે તેમને ઉગાડીએ છીએ, શું આપણે તેમનું રક્ષણ ન કરવું જોઈએ?”
પીટરના મુખ પરથી વિષાદની છાયા દૂર થઈ.