Category / સંદેશ

અમ્મા ઑફિસની સામેના દાદરાપર બેઠા હતા. થોડા લોકો તેમની આસપાસ બેઠા હતા. આશ્રમની એક શાખાનું કાર્ય સંભાળતા વ્યક્તિને છુટો કરી, કોઈ નવી વ્યક્તિને નિયુક્ત કરવા, એક બ્રહ્મચારી અમ્માને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે બધું અમ્માએ ધ્યાનથી સાંભળ્યું. છેવટે અમ્માએ કહ્યું, “અમ્માનું લક્ષ્ય તો લોઢું અને કથીરને સોનામાં પરિવર્તિત કરવાનું છે. સોનાને સોનામાં પરિવર્તિત કરવાની […]

સમય રાત્રિના બે વાગ્યા હતા. દરિયા કાંઠે ધ્યાન કરી એક બ્રહ્મચારી ચૂપચાપ પાછો ફર્યો. કળરીમાં કે જ્યાં અત્યારે કોઈ ન હતું, ત્યાં જઈ બત્તી બંધ કરી, પરસાળમાં પોતાનું આસન અને શાલ રાખ્યા અને સૂવા જતા પહેલાં કળરીના ઉત્તર ભાગમાં આવેલ પરસાળમાં કે જ્યાં બ્રહ્મચારી હરિકુમાર સૂતો હતો, તેમને જગાડવા ગયો. પોતાને બે વાગે ધ્યાન કરવા […]

ઊઠો! જાગો! મહાત્માઓને શરણે જાઓ અને તેમના ઉપદેશોને સમજો.” આ કેવળ ”ઊઠ”વાનું નથી, અહીં આપણને ઊઠીને ઊભા થવાને કહેવામાં આવ્યું છે.

હંમેશા આ વાતની કાળજી રાખવી જોઈએ કે, તમે જે કાર્ય કરો તે અન્યની સહાય માટે, તેમને સંતોષ આપવા ખાતર હોવું જોઈએ. તે જો શક્ય ન હોય, તો ઓછામાં ઓછું આ બાબતની તો ચોકસાઈ રાખવી જ જોઈએ કે આપણા કાર્યથી બીજાને કોઈ અસુવિધા કે દુઃખ ન થાય.

“અમ્મા જાણે છે કે, આજે ગુરુપૂર્ણિમાના અવસર પર અહીં ન પહોંચી શકવાથી ઘણા ભક્તો ઉદાસ છે. આપણે સરકારના નિયમોનું પાલન કરવું જ રહ્યું. આશ્રમમાં આટલા બધા લોકો વાસ કરતા હોવાથી, અમ્મા માટે તેમની સુરક્ષાની ખાતરી પણ કરવી જરૂરી છે. આપણે જ્યારે આદર્શ નાગરિક તરીકે વર્તન કરીએ, તયારે બીજા લોકો પણ યોગ્ય રીતે વ્યવહાર કરશે. ભલે […]