Category / સંદેશ

એક મહિના પહેલાં એક નવયુવક આશ્રમમાં સ્થિર રહેવાની ઇચ્છાથી આવ્યો હતો. અમ્માએ તેને સંમતિ આપી નહિ. આથી તે યુવકે ભારપૂર્વક આગ્રહ કર્યો ત્યારે અમ્માએ તેને કહ્યું, “પુત્ર, આધ્યાત્મિક જીવન એટલું સરળ નથી. યોગ્ય વિવેક અને વૈરાગ્ય ન હોય તો તેમાં દ્રઢ રહેવું કઠિન છે. કોઈ પણ પ્રતિબંધોમાં જે લક્ષ્યબોધ ન છોડે તે જ આધ્યાત્મિક જીવનમાં […]

પ્રશ્નઃ આપણી આ ધરતી શા માટે આપણને આ રીતે કષ્ટ આપે છે? અમ્માઃ બાળકો, તમારે આ યાદ રાખવું જોઈએ કે, આપણી ખાતર પ્રકૃતિ કેવા મહાન ત્યાગ સહન કરે છે. નદીઓ, વૃક્ષો અને જનાવરો આપણી ખાતર કેટલો ત્યાગ સહન કરે છે. એ વૃક્ષનો જ દાખલો લો. વૃક્ષ આપણને ફળ આપે છે, છાયો આપે છે. આ વૃક્ષનો […]

સાંજના ચાર વાગે અમ્મા સ્ટોરરૂમમાં ગયા. ત્યાં તેઓ સફાઈ કરવા લાગ્યા. થોડા બ્રહ્મચારીઓ તેમની સાથે હતા. નીલકંઠન અને કુંજુમોન, આશ્રમના ઉત્તર ભાગમાં વરસતા વરસાદમાં વાડ બાંધી રહ્યાં હતા. “બાળકો, વરસાદમાં ભીંજાશો નહિ.” બૂમ પાડતા અમ્માએ તેમને કહ્યું. તેમણે જવાબ આપ્યો, “અમ્મા, કંઈ વાંધો નહિ. થોડું જ કામ બાકી છે. હમણાં થઈ જશે!” આટલું કહી તેઓ […]

બાળકો, આપણે જો રામાયણના સાચા અર્થ સાથે જીવન વ્યતીત કરીએ, તો ત્યારે આપણું મન જીવનની બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે. રામાયણ સાચા અર્થમાં બધા માટે માર્ગદર્શિત કરતો પ્રકાશસ્તંભ છે. પુરુષો રામને આદર્શ પુરુષ માને છે અને મહિલાઓ સીતાને પોતાના હૃદયમાં દેવી તરીકે પ્રતિષ્ટિત કરે છે. આજે મહિલાઓના હૃદયમાંથી સીતાની ઉપસ્થિતિનો લોપ થવો, સમાજની […]

બપોરનો જમવાનો ઘંટ વાગ્યો. બે ચાર લોકો જ દર્શન માટે બાકી હતા. તેમને દર્શન આપી, ભક્તો સાથે અમ્મા ભોજન ખંડમાં આવ્યા. સ્વયં અમ્માએ બધા બાળકોને બપોરનું ભોજન પિરસ્યું. બધા ભોજન પૂરું કરે ત્યાં સુધી, બાળકોને જે કંઈ જરૂર હોય, તે પિરસતા અમ્મા ત્યાં જ હતા. પછી તેઓ ભોજન ખંડમાંથી બહાર આવ્યા. બે પગલા ભર્યા હશે […]