Category / સંદેશ

અમ્મા હંમેશા યાદ કરાવે છે કે, ધ્યાન તો સુવર્ણ સમાન બહુમૂલ્ય છે. ભૌતિક ઐશ્વર્ય, મુક્તિ અને શાંતિ માટે ધ્યાન સારું છે. આંખ બંધ કરી, હલ્યા વિના એક આસનમાં સ્થિર બેસી રહેવું, એ માત્ર જ ધ્યાનં નથી. સાચું ધ્યાન તો આપણી પ્રવૃત્તિઓ, આપણા વચનો, આપણા વિચારોથી સભાન રહેવાનું છે. વિચારો નાના જલ બીંદુઓ જેવા છે. તે […]

કેટલાક બાળકો કહેતા હોય છેઃ “ઈશ્વરે આપણી રચના પોતપોતાની ઇચ્છાનુસાર સ્વતંત્રાથી જીવન જીવવા માટે કરી છે, આ શરીર સુખ ભોગવવા માટે આપ્યું છે, ખરું ને.” સાચું છે! આ શરીર સુખ આરામ અનુભવવા માટે આપણને આપવામાં આવ્યું છે. રસ્તાઓ વાહન દોડાવવા માટે બનાવ્યા છે. તેમ છતાં, પોતપોતાની ઇચ્છાનુસાર, નિયમોનું ઉલંઘન કરી, વાહન ચલાવીએ, તો અકસ્માત બને […]

આજે આપણા બાળકો વિવિધ વિષયોનું અત્યાધિક જ્ઞાન ધરાવનારા છે. પરંતુ, આધ્યાત્મિક્તા વિનાનું તેમનું જ્ઞાન, એ તો પાયા વિનાની ઈમારત જેવું છે. આજે સ્કૂલ કૉલેજ રણભૂમિ જેવા છે. યુદ્ધમાં દેખાતી કાપાકાપી આજે વિદ્યાલયોમાં જોવા મળે છે. તે પછી રાષ્ટ્રિયતાના નામે હોય કે અન્ય કોઈ કારણે. અમ્મા રાષ્ટ્રિયતાનો ઈન્કાર નથી કરતા. દરેકને પોતપોતાનું સ્થાન છે. ત્યાં તે […]

આજે બાળકો અને યુવાનો, પાશ્ચાત્ય સંસ્કારનું અનુકરણ કરતા જોવા મળે છે. જે આપણામાં નથી એવા કેટલાક સારા ગુણો તેમનામાં જોયા હશે. પરંતુ, આપણા મૂલ્યો અને સંસ્કારને પૂર્ણરૂપે ભુલી, પાશ્ચાત્ય રીતોનું અંધ અનુકરણ આજે જે જોવા મળે છે, તે તો પ્લાસ્ટિકના એપલમાં બચકું ભરવા જેવું છે. શિવ બ્રહ્માનો વેશ ધારણ કરે, તેના જેવું છે. આથી આપણું […]

આપણે કોઈ એકાંકી દ્વીપ નથી. આપણે તો એક સાંકળમાંની કડીઓ છીએ. આપણા એક એક કર્મથી અન્ય લોકો પ્રભાવિત થતા હોય છે. આ દુનિયામાં બનેલા બધા જ યુદ્ધો, કોઈ એક મનુષ્યની અંદર જન્મેલા વિદ્વેષનું ફળ હતા. એક વ્યક્તિના વિચાર, તેની પ્રવૃત્તિએ કેટ કેટલા લોકોનો નાશ કર્યો! હીટલર એક વ્યક્તિ હતો. પરંતુ, તેના કર્મોથી કેટલા લોકો પ્રભાવિત […]