અમૃતપુરીના ઈતિહાસમાં ઘણા અસાધારણ પ્રાણીઓની રોચક કથાઓ સામેલ છે. અમ્માના સાધના કાળ દરમ્યાન અનેક સહાયક જનાવરોએ ઉલ્લેખનીય ભૂમિકા ભજવી હતી. જેમ કે, એક ગરુડ પક્ષી જે ધ્યાનમાં ડૂબેલા અમ્માની સામે આહાર રાખતું, એક કૂતરો અમ્મા માટે વણબોટયા આહારના પડીકા મોંમાં રાખી લઈ આવતો, એક ગાય અમ્માને દૂધ પાવા માટે પોતાને બાંધેલા દોરડા તોડીને દોડી આવતી. […]
Category / સંદેશ
ગમે તેટલા વર્ષો સુધી આશ્રમ આવો, ગમે તેટલીવાર અમ્માના દર્શન કરો, ગમે તેટલીવાર પ્રાર્થના કરો, પરંતુ આ બધાથી લાભ મેળવવો હોય તો આ સાથે સત્કર્મો પણ કરવા જોઈએ. તમે અહીં આવો ત્યારે તમારા મનનો બધો જ ભાર અહીં હળવો કરી શકો. પરંતુ, ઘણા લોકો અહીં આવ્યા પછી તરત પાછા જવાનો જ વિચાર કરતા હોય છે. […]
અહીં આવતા મોટાભાગના બાળકોને અહીં પહોંચ્યા પછી જલ્દી પાછા જવાની જ ચિંતા હોય છે. પાછા ફરવા વળતી બસના વિચાર હોય છે. અમ્માને જોઈ, જેમ તેમ દંડવત કરી પાછા ફરવાની ઉતાવળમાં હોય છે. “અમ્મા, ઘરે કોઈ નથી. જલ્દી પાછું ફરવું છે. બસનો સમય થઈ ગયો.” મોટાભાગના લોકોને કહેવાને આ જ હોય છે. સમર્પણ, એ મૂખેથી કહેવાનું […]
બાળકોને જો અમ્મા માટે પ્રેમ હોય, અમ્માના સંતોષની ઇચ્છા રાખતા હો, તો અમ્માના પ્રત્યેક જન્મદિવસ પર આવો ત્યારે એક બૂરી આદતનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા લેશો. આ જ તમારો અમ્મા પ્રત્યેનો સાચો પ્રેમ હશે. સિગરેટમાં જો આનંદ રહેલો હોય તો સર્વકોઈને તેમાંથી આનંદ મળવો જોઈએ, ખરું ને? પણ આમ નથી. કેટલાક સિગરેટની વાસ પણ સહન […]
અમ્માએ આ અનેકવાર કહ્યું છે, આપણે મંદિરમાં જઈ કૃષ્ણ..કૃષ્ણ… કૃષ્ણ… એમ પોકાર કરી, મંદિરની ત્રણવાર પ્રદક્ષિણા કરીશું. પરંતુ, મંદિરના દ્વાર પર ઊભેલો ભિખારી, “ભૂખ લાગી છે, કંઈક ખાવાને આપો…” એમ કહીં પોકારતો હશે, તેના તરફ ધ્યાન ન આપતા, “હટ… છેટો ઊભો રે…” એમ કહેશું, તેના તરફ દયાભરી એક દ્ર્શ્ટિ કરવાને પણ આપણે તૈયાર નહિ હોઈએ. […]

