Category / સંદેશ

બાળકો, કાળજીપૂર્વક તેમજ વિવેકપૂર્વક દાન ન કરીએ, તો જે દાન સ્વીકારે છે, તેમના અવિવેકભર્યા કાર્યોના કારણે  આપણને પ્રારબ્ધ અનુભવવાનું થાય છે. જેનું સ્વાસ્થ્ય સારું હોય, એવી કોઈ વ્યક્તિ ભીક્ષા માટે આવે, તો તેને ખોરાક આપશો પણ પૈસા આપશો નહિ. તેને કોઈ કામ કરી જીવન નિર્વાહ કરવા માટે કહેશો. તેમને પૈસા આપી આપણે તેમને આળસુ બનાવીએ […]

બાળકો, “ત્યાગૈનૈકે અમૃતત્વમાનશુઃ” અનેકવાર આપણે આ મંત્રને સાંભળ્યો છે. ત્યાગ દ્વારા અમૃત તત્વને પ્રાપ્ત કરી શકાય. આ મંત્ર ફ઼ક્ત જાપ કરવાને કે સાંભળવાને નથી. આ તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. આ મંત્રના જાપથી પણ ક્યાંય અધિક મહત્વનું, આ તત્વને જીવનમાં ઉતારવાનું છે. આપણું પોતાનું બાળક બીમાર પડે તો આપણે તેને ઉંચકીને હોસ્પિટલ લઈ જશું. જો […]

ઓણમ, એક ભક્તનું પરમાત્મામાં વિલીન થયાનું સ્મરણ કરાવતો  દિવસ છે. આપણા મન જો પૂર્ણરૂપે ઈશ્વરને સમર્પિત કરીએ, તો જ આપણે તે શ્રીચરણોમાં વિલીન થઈ શકીએ. પરંતુ, મનને કેવી રીતે સમર્પિત કરી શકાય? આપણું મન આજે જેની સાથે અત્યાધિક બંધાયેલું છે, તેનું સમર્પણ કરવાથી, તે મનનું સમર્પણ કરવા બરાબર છે. આજે આપણા બધાના મન સહુથી વધારે […]

બાળકો, આજનો આ દિવસ પરસ્પર સમર્પણનો દિવસ છે, ઐક્યનો દિવસ છે. તે દ્વારા જ યથાર્થ આનંદ પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં આજનો દિવસ આનંદ માણવાનો દિવસ છે. આ જ કારણ છે કે, ઓણમના તહેવાર પર લોકો કહેતા હોય છે કે, “ઓણમ મનાવો, આ માટે ભલે પછી તમારી જમીન વેચવી પડે.” આ પાછળ એક મહાન તત્વ રહેલું […]

એક આશ્રમમાં એક ગુરુ, ઘણા શિષ્યો સાથે વાસ કરતા હતા. ગુરુની સમાધિ પછી થોડો સમય ગુરુના સ્મરણમાં પસાર થયો. ત્યાર પછી શિષ્યોની સાધનામાં ઘટાડો થયો. જપ ધ્યાન રહ્યાં નહિ. પરપસ્પર ઇર્ષા અને અદેખાઇમાં વૃદ્ધિ થઈ. દરેકનું લક્ષ્ય ફક્ત સ્થાનમાન બની ગયા. આ સાથે આશ્રમના અંતરીક્ષમાં પણ પરિવર્તન આવ્યું. ત્યાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો. આશ્રમમાં […]