Category / સંદેશ

યુવક : “ઘણા લોકો કહેતા હોય છે કે, એક સાધકે યમનિયમોનું દ્રઢ પાલન કરવું જોઈએ. તેમાં આટલા બધા પ્રતિબંધો શું  જરૂરી  છે? તત્વનું જ્ઞાન હોય તો એ પર્યાપ્ત નથી શું? ગમે તેમ તો, તે વિષેનું જ્ઞાન મેળવવું એ જ મહત્વનુ છે, નહિં કે?”   અમ્મા : “પુત્ર, પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે. ખરું […]

શાસ્ત્રી : “અમ્મા, ધ્યાનમાં આપણા ઈષ્ટદેવના સ્વરૂપને સ્પષ્ટ નિહાળવા શું કરવું જોઈએ?” અમ્મા : “ઈષ્ટદેવના રૂપ સાથે પ્રેમ હોય તો જ તે પ્રકાશિત થાય છે. દર્શન નથી થયા.. દર્શન નથી થયા..ની ચિંતા હંમેશા હોવી જોઈએ.   “એક પ્રિયતમને પોતાની પ્રિયતમા માટે જે મનોભાવ હોય છે, તેવો જ મનોભાવ એક સાધકને પોતાના ઈશ્વર માટે હોવો જોઈએ. […]

એક બ્રહ્મચારી : “અમ્મા, મનને સદા ઈશ્વરમાં કેવી રીતે રાખી શકાય?” અમ્મા : “તે માટે સતત અભ્યાસ જરૂરી છે. હંમેશા ઈશ્વરનું સ્મરણ કરવું, એ આપણો સ્વભાવ નહિ હોય. માટે એક નવા સ્વભાવને આપણે કેળવવાનો છે. તે માટે જ, જપ કરવાનું કહેવામાં આવે છે. ખાતા હો કે ઊંઘતા હો, જપ છુટવો ન જોઈએ. વસ્ત્રો લેતી વખતે, […]

અમ્મા : “પુત્ર, વેદાંત વાંચવા માટે કે પ્રવચન દેવા માટે નથી. વેદાંત તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. ઘરના નકશાને કાગળના ટૂકડા પર અલગ અલગ રંગોથી, ગમે તેટલું સુંદર રીતે રંગો છતાં, તે ઘરમાં તમે વાસ ન કરી શકો! વર્ષા અને તડકાથી રક્ષણ મેળવવા તમને નાનું એવું આશ્રયસ્થાન જોઈએ, તો તે બાંધવા માટે પણ તમારે ઈંટ […]

ભક્ત : “અમ્મા, મારો એક મિત્ર છે. તેણે એક સન્યાસી પાસેથી મંત્રદીક્ષા લીધી છે. હાલમાં, મને પણ તે સન્યાસી પાસેથી મંત્ર લેવા આગ્રહ કરે છે. મેં અમ્મા પાસેથી મંત્ર લીધો છે, એમ કહેવા છતાં. તે મારાં પર દબાણ કરતો હતો. છેવટે, કેમ પણ કરીને હું તેનાથી છુટકારો મેળવી શક્યો. અમ્મા, એક ગુરુ પાસેથી આપણે મંત્ર […]