આ વર્ષની ક્રિસમસની સંધ્યા ખરેખર વિશેષ હતી. આશ્રમનો પ્રમુખ ભજન હૉલ વિશ્વભરથી આવેલા અમ્માના ભક્તોથી ખિચોખીચ ભરેલો હતો. હૉલમાં અમ્માના આગમન પછી આજના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી. વિશ્વભરના અમ્માના ભક્તોએ જીસસ ક્રાઈસ્ટની મૂળ કથા ભજવી હતી. અમ્મા બધા ભક્તોથી ઘેરાયેલા બેઠા હતા. એક બાજું બે નાના બાળકો તેમના ખોળામાં ચડીને બેઠા હતા તો બીજી […]
Category / સંદેશ
મનુષ્ય, જે પ્રકૃતિના સંરક્ષણ માટે જવાબદાર હતો, આજે તે જ તેના વિનાશનું કારણ બની ગયો છે….
અમ્મા ઓટૂર નામબુદિરીપાદની રૂમની બહાર, દરવાજાની પાછળ થોડીવાર ઊભા રહ્યાં. અંધારી ઓરડીની અંદરથી કાંપતા સ્વરમાં ભગવાન શ્રીકૃષ્ણના નામનો જાપ સંભળાતો હતો. “નારાયણ… નારાયણ… નારાયણ….” અમ્માના મોહનરૂપને પોતાની સામે જોઈ, ઓટૂર ઊછળીને ઊભા થયા અને મનાઈ કરવા છતાં તેઓ અમ્માના ચરણોમાં ઢળી પડયા. અમ્મા હજી પલંગ પર બેઠા જ હતા, તે પહેલાં જ ઑટુરે, એક બાળકની […]
રાવ : “અમ્મા, શું આપ નથી કહેતા કે, ઈશ્વરદર્શન માટે વ્યાકુળ હોવું જોઈએ? પરંતુ, અમ્માના રૂપ પર ધ્યાન કરતી વખતે, અમને કેવી રીતે વ્યાકુળતા આવે? તમે તો અમારી પાસે જ છો?” અમ્મા : “આ બહુ સરસ! ઈશ્વરથી વિખુટા પડ્યાનો વિરહ આવવો જોઈએ. તે દુઃખ અનુભવવું જોઈએ.!” રાવ : “ઉત્તમગુરુ મળ્યા પછી, તેઓ જ તે વ્યાકુળતા […]
યુવક : “અમ્મા, આજે લોકો ગુરુનું અનુસરણ કરવામાં ઘણી હીનતા અનુભવે છે. જે લોકો મહાત્માઓને નમે છે, તેમનાપર તેઓ આક્ષેપો મુકે છે.” અમ્મા : “પુત્ર, પહેલાંના દિવસોમાં, ઘરના પ્રવેશદ્વારની ઉંચાઈ ઘણી ઓછી રાખવામાં આવતી. તે પાછળનો ઉદે્શ, આપણામાં વિનય કેળવવાનો હતો. બારણા સાથે આપણું માથું ભટકાય નહિ, માટે તમે વાંકા વળીને જ, વિનયપૂર્વક ઘરમાં પ્રવેશ […]

