Category / સંદેશ

બપોરના ત્રણ વાગ્યા હતા. આવતીકાલે, માતૃવાણી પત્રિકાઓને ટપાલમાં મોકલવાનો દિવસ હતો. ઘણું કામ બાકી હતું. ધ્યાન મંદિરના વરાંડામાં બેસી, અમ્મા અને બ્રહ્મચારીઓ સાથે મળીને પત્રિકાઓને કવરમાં નાખી, સ્ટેંમ્પ ચોટાડતા હતા. હોલેંડથી આવેલ પીટર ત્યાં આવ્યો. તે ઘણો ગુસ્સામાં હતો અંગ્રેજીમાં તેણે બ્રહ્મચારી નીલુને કહ્યું, “કોના કહેવાથી તેં ગુલાબના છોડવાઓ પર કીટનાશક દવા છાંટી હતી? અહિંસા વિષે […]

આ અવસરનો લાભ લેતા તે પરિવારના પિતાએ પોતાના બાળકોના વિદ્યાભ્યાસ વિષે અમ્માને બતાવતા કહ્યું, “અમ્મા, આ પુત્રી એક અક્ષર નથી ભણતી. તેને થોડો ઉપદેશ આપો.(પત્ની તરફ સંકેત કરતા) આ તેને લાડ કરીને બગાડે છે.” પત્ની : “અમ્મા! તે હજુ બાળક છે. અમે બંને મળીને તેને મારીએ, મને તે ઉચિત નથી લાગતું. માટે હું તેને કંઈ […]

યુવાઓનું એક ટોળું અમ્માના દર્શન માટે આવ્યું હતું. દૂર ઊભા રહી, થોડીવાર સુધી તેઓ અમ્માને નિહાળતા રહ્યાં. ઘણીવાર સુધી આમ ઊભા રહી, છેવટે તેઓ પણ કામમાં જોડાયા. તેઓ અમ્માને થોડા પ્રશ્નો પૂછવા માગતા હતા. પરંતુ, કોઈ કારણવશ તેઓ પૂછતા ન હતા. તે યુવાઓમાંના એકે આખા કપાળમાં ભસ્મ ચોળી હતી. કુટસ્થમાં ચંદનનો ચાલ્લો અને ચાંદલાની વચ્ચે […]

આશ્રમમાં આવતી પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી.તેને સમી કરવાને થોડા દિવસો લાગે એમ હતા. છેલ્લા કેટલાક દિવસોથી આશ્રમ માટેનું આવશ્યક પાણી, આશ્રમવાસીઓ રાત્રે હોડીમાં વાસણો રાખી, સામેપાર જઈ ભરીને લાવતા હતા. સામે કિનારે એક જ નળ હતો. દિવસના સમયે ગામના લોકો તે નળમાંથી પોતાના માટે આવશ્યક પાણી ભરતા હતા. આ કારણસર, આશ્રમવાસીઓ રાત્રે જ તે […]

અન્ય ભક્ત : “અમ્મા, અહીં આશ્રમમાં જે લોકો રહે છે, શું તેઓ આપના કહેવાથી અહીં રહે છે?” અમ્મા : “અમ્માએ કોઈને અહીં રહેવા માટે કહ્યું નથી. એક ગૃહસ્થાશ્રમી તેના પરિવારના કાર્યો જાુએ, તો તે પર્યાપ્ત છે. ત્યારે એક સંન્યાસીએ સમગ્ર વિશ્વનો ભાર વહન કરવાનો હોય છે. “મને પણ સંન્યાસ આપો,” એમ કહેતા જે આવે તેને […]