Category / અમૃતાવાણી

માટી એક છે, ઘડા અનેક છે.દૂધ એક છે, ગાય અનેક છે.સોનું એક છે, આભુષણ અનેક છે. આ જ પ્રમાણે, ઈશ્વર એક છે, તેના રૂપ અનેક છે.   – અમ્મા    

કોઈ અઢળક સંપત્તિ ભેગી કરશે, અને કહેશે, “આ ધરાપર કયાંય સુખ નથી. “કોઈ અસીમિત શિક્ષા મેળવશે, અને કહેશે, “આ ધરાપર કયાંય શાંતિ નથી.” સંતો જે સદાચારી છે, આ ધરાપર જ સુખ અને શાંતિ અનુભવે છે.     – અમ્મા

“હું” ને “મારું” પૂર્ણરૂપે જયારે અદ્રશ્ય થાય છે, ત્યારે મેઘરહિત આકાશની જેમ, અહમ રહિત વ્યક્તિમાં, ફક્ત “તે” અને “તેનું” જ અસ્તિત્વ રહે છે. – અમ્મા

સાચી ભક્તિ ધરાવવાનો અર્થ છે, સર્વકાંઈ ગુરુ કે ઈશ્વરને સમર્પિત કરવું.ગુરુની ઇચ્છા, તેની ઇચ્છા બની જાય છે. ગુરુના વચનો તેની જીવન રીત બની જાય છે. ગુરુના કાર્યો તેણે અનુસરવાનો માર્ગ બની જાય છે.– અમ્મા

આપણામાં કઈ કરવાની ખરેખર જો ઇચ્છા હશે, તો તે માટે આવશ્યક સમય અને સંજોગો પણ આપણને પ્રાપ્ત હશે. સમય અને સંજોગો, ઇચ્છાને અનુસરીને બને છે.  – અમ્મા