Tag / સંતોષ

પ્રેમસ્વરૂપ તેમજ  આત્મસ્વરૂપ, અહીં ઉપસ્થિત સર્વકોઇને પ્રણામ. આટલા વિશાળ મહાસંમ્મેલનનું સંગઠન કરનારાઓના પ્રયત્ન અને ત્યાગ શબ્દાતીત છે. અમ્મા આ પ્રકારની નિઃસ્વાર્થ ભાવનાને નમન કરે છે. ઇશ્વરે આપણને આપેલી કાર્યદક્ષતા, તે આપણી માટે તેમજ આ સમગ્ર સંસાર માટેની નિધિ છે. પરંતુ, આ નિધિનો દુરુપયોગ કરી, આ સંસાર માટે અને સ્વયં આપણા માટે તે બોજારૂપ ન બનવી […]

વિશ્વનો સહુથી મોટો દરિદ્ર હોય, પણ તેનામાં જો સંતૃપ્તિ હશે, તો તે જ ધનવાન છે. ધનિક હોય અને સંતૃપ્ત ન હોય તો તે જ દરિદ્ર છે. માટે, અંતરમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો. એક જ માના ગર્ભમાંથી જન્મેલ બે બાળકો, એક કલેકટર થયો અને બીજો ક્લાર્ક બન્યો. જે કલાર્ક બન્યો, તે જો એમ વિચારીને દુઃખી […]