Tag / કર્મયોગ

એક ભક્ત : “આધ્યાત્મિક માર્ગમાં ઘણી ઉન્નતિ કર્યા પછી, એક કર્મયોગીના લોકસેવા અર્થે કરેલા કર્મો નહિવત્‌ થાય છે શું?” અમ્મા : “કર્મ એમ કાંઈ નહિવત્‌ થતા નથી. આખર સુધી, કર્મ તો રહેવાનું જ.” ભક્ત : “અમ્મા, શું શ્રેષ્ઠ છે, ભકિતયોગ કે કર્મયોગ?” અમ્મા : “પુત્ર, ભક્તિયોગ અને કર્મયોગ, ભિન્ન નથી. વાસ્તવમાં એક યથાર્થ કર્મયોગી જ […]

આપણે, “મને શું મળશે,” એવો વિચાર ન કરતા, “હું શું આપી શકું” એવા વિચાર કરવા જોઈએ. જે કોઈ કર્મ કરીએ, તેને આનંદથી પૂરું કરવું જોઈએ. કર્મમાં આનંદ પસારવો, આપણા માટે બહુ જરૂરી છે. આ કેમ શક્ય છે? કર્મમાં જયારે બુદ્ધિ અને હૃદય આવી મળે છે, ત્યારે તેનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. એક માને પોતાના […]