Tag / ઈશ્વર

એક ભક્ત : “આધ્યાત્મિક માર્ગમાં ઘણી ઉન્નતિ કર્યા પછી, એક કર્મયોગીના લોકસેવા અર્થે કરેલા કર્મો નહિવત્‌ થાય છે શું?” અમ્મા : “કર્મ એમ કાંઈ નહિવત્‌ થતા નથી. આખર સુધી, કર્મ તો રહેવાનું જ.” ભક્ત : “અમ્મા, શું શ્રેષ્ઠ છે, ભકિતયોગ કે કર્મયોગ?” અમ્મા : “પુત્ર, ભક્તિયોગ અને કર્મયોગ, ભિન્ન નથી. વાસ્તવમાં એક યથાર્થ કર્મયોગી જ […]

ભક્ત : “કામના બોજને લીધે, ધ્યાન માટે બિલકુલ સમય નથી મળતો. મંત્રજપ કરવાનો વિચાર કરું તો એકાગ્રતા નથી મળતી. માટે હું વિચારું છું કે, એ બહેતર હશે કે કામનો બોજો હળવો થાય અને મન શાંત થાય પછી જ મંત્રજપ અને ધ્યાન કરું, તો કેમ?” અમ્મા : “પુત્ર, કામનો બોજ હળવો થાય, ભૌતિક સુખ અનુભવીને તૃપ્તિ […]

ભક્તજનોને રાહ જોતા જોઈ, અમ્મા ધ્યાન મંદિરમાંથી બહાર આવ્યા ભક્તોએ અમ્માને દંડવત કર્યા. ભક્તજનોને સાથે લઈ, અમ્મા કળરી મંડપમાં આવીને બેઠા. એક ભક્ત, એક થાળીમાં ફળો ધરી, અમ્માને પ્રણામ કરી, અમ્માની પાસે બેસી ગયો. અમ્મા : “પુત્ર, હવે તું કેમ છે?” તે ભક્ત કંઈ જ બોલ્યા વિના, માથું નીચું કરીને બેઠો રહ્યો. તે કોટ્ટાયમનો હતો. […]

યુવક : “હાલમાં જ એક યજ્ઞનું આયોજન થયું હતું. કેટલાક લોકોને તેની વિરૂદ્ધ બોલતા સાંભળ્યા. દેવતાઓ માટે અનાવશ્યક ખોટો ખરચ કરી રહ્યાં છે, એમ તેઓ ફરિયાદ કરતા હતા.” અમ્મા : “હા, મારાં સાંભળવામાં પણ આવ્યું કે યજ્ઞ થયો હતો અને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શા માટે દેવાતાઓના નામે આટલો ખરચ કરવાનો. “પુત્ર, દેવતાઓને […]

અમ્મા આજે સવારે જ આલપુઋાથી પાછા ફર્યા હતા. ગયા શુક્રવારે અમ્મા, બાળકોને સાથે લઈ આલાપુઋા ગયા હતા. ત્યાં રામાયણ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો હતો. બ્રહ્મચારી બાળકો રાત્રે જ પાછા ફરવાના હતા. આજે યજ્ઞનો સમાપન દિવસ હોવાથી, સાંજની શોભાયાત્રામાં ભાગ લઈને તેઓ પાછા ફરવાના હતા. સવારના આલાપુઋાથી પાછા ફરતી વખતે, અમ્માએ એક બ્રહ્મચારીણીને કહ્યું હતું, “પુત્રી, આશ્રમ […]