ભક્તજનોને રાહ જોતા જોઈ, અમ્મા ધ્યાન મંદિરમાંથી બહાર આવ્યા ભક્તોએ અમ્માને દંડવત કર્યા. ભક્તજનોને સાથે લઈ, અમ્મા કળરી મંડપમાં આવીને બેઠા. એક ભક્ત, એક થાળીમાં ફળો ધરી, અમ્માને પ્રણામ કરી, અમ્માની પાસે બેસી ગયો. અમ્મા : “પુત્ર, હવે તું કેમ છે?” તે ભક્ત કંઈ જ બોલ્યા વિના, માથું નીચું કરીને બેઠો રહ્યો. તે કોટ્ટાયમનો હતો. […]
Tag / અમ્મા
સ્મિત કરતા અમ્માએ કહ્યું, “બાળકો, એકાગ્રતા એમ ઝડપથી પ્રાપ્ત થતી નથી. તેના માટે નિરંતર પ્રયત્ન જરૂરી છે. તેમછતાં, એકાગ્રતા ન થાય તો પણ સાધનાનો ક્રમ ક્યારેય તોડશો નહિ. એકાગ્રતા માટે સાધનામાં નિયમિત્તા જરૂરી છે. તે માટેનો સ્થિર ઉત્સાહ જોઈએ. પોતે આધ્યાત્મિક જીવન જીવે છે, તે બોધ સાથે પ્રત્યેક ક્ષણ જાગરૂકતા સાથે આગળ વધવું જોઈએ.” […]
આશ્રમમાં દરેક કામની જવાબદારી એક એક બ્રહ્મચારીને સોંપવામાં આવી છે. સમયે સમયે કામમાં બદલી થવાની પણ પ્રથા છે. અમ્મા અનેકવાર કહેતા હોય છે કે, “બ્રહ્મચારીએ કોઈ પણ કામમાં પાછળ ન રહેવું જોઈએ. બધા કામનું જ્ઞાન તેમને હોવું જોઈએ.” સવારના સાત વાગ્યા હતા. અમ્મા આશ્રમની આસપાસના વિસ્તારમાં ચાલતા દેખાયા. અમ્મા ત્યાં જમીન પર પડેલા કાગળના ટૂકડા, […]
યુવાઓનું એક ટોળું અમ્માના દર્શન માટે આવ્યું હતું. દૂર ઊભા રહી, થોડીવાર સુધી તેઓ અમ્માને નિહાળતા રહ્યાં. ઘણીવાર સુધી આમ ઊભા રહી, છેવટે તેઓ પણ કામમાં જોડાયા. તેઓ અમ્માને થોડા પ્રશ્નો પૂછવા માગતા હતા. પરંતુ, કોઈ કારણવશ તેઓ પૂછતા ન હતા. તે યુવાઓમાંના એકે આખા કપાળમાં ભસ્મ ચોળી હતી. કુટસ્થમાં ચંદનનો ચાલ્લો અને ચાંદલાની વચ્ચે […]
આશ્રમમાં આવતી પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી.તેને સમી કરવાને થોડા દિવસો લાગે એમ હતા. છેલ્લા કેટલાક દિવસોથી આશ્રમ માટેનું આવશ્યક પાણી, આશ્રમવાસીઓ રાત્રે હોડીમાં વાસણો રાખી, સામેપાર જઈ ભરીને લાવતા હતા. સામે કિનારે એક જ નળ હતો. દિવસના સમયે ગામના લોકો તે નળમાંથી પોતાના માટે આવશ્યક પાણી ભરતા હતા. આ કારણસર, આશ્રમવાસીઓ રાત્રે જ તે […]