Author / guj

બ્રહ્મચારી : “અમ્મા, ઈશ્વર અંદર છે કે બહાર?” અમ્મા : “શરીર-બોધ હોવાને કારણે, તમે અંદર કે બહાર એમ વિચારો છો. પુત્ર, વાસ્તવમાં અંદર કે બહાર એવું કઈ જ નથી. “હું” અને “મારાં”ના ભાવને કારણે જ “હું” અને “તું”નો ભાવ આવે છે. આ બંને, ભ્રમ માત્ર જ છે. પરંતુ જ્યાં સુધી, “હું” અને “મારાં”નો ભાવ છે, […]

બાળકો, આપણું આ મન એક વાનર જેવું છે. વાનર એક વૃક્ષપરથી બીજા પર હંમેશા છલાંગ મારતું હોય છે. આપણે ગર્ભાશયમાં હતા ત્યારે આપણો આકાર વાનર જેવો હતો. બહાર આવ્યા પછી પણ આપણે એવા જ છીએ. શરીર ભલે વાનર જેવું ન હોય, પણ આપણું મન એ નું એ જ છે. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી. આજે […]

અમ્મા : “પુત્ર, ધ્યાન કરવા બેસો ત્યારે મનને પૂર્ણરૂપે ઈશ્વરમાં સ્થિર રાખવું જોઈએ. બાહ્ય કાર્યોમાં ધ્યાન ન જાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. મનમાં ઈષ્ટદેવનું સ્વરૂપ માત્ર જ રહે, એવો વૈરાગ્ય આવવો જોઈએ. “એક વખત એક સંન્યાસી ધ્યાન કરી રહ્યાં હતા. આ સમયે કોઈ ઝડપથી તેમની સામેથી પસાર થઈને નીકળી ગયું. સંન્યાસીને આ ગમ્યું નહિ. […]

“ભગવદ્‌ગીતા, એક એક પ્રવૃત્તિ પછી તે ભૌતિક હોય કે આધ્યત્મિક, તેમાં સફળતા તરફનો માર્ગ બતાવે છે. સામાન્યતઃ મનુષ્ય પોતાના સાહસ બદલ ભૌતિક તૃપ્તિ જ શોધતો હોય છે. પણ જ્યારે તે આ મનોભાવ સાથે કર્મ કરે છે, ત્યારે આ વાતની કોઈ ખાતરી નથી હોતી કે, તેને સુખ અને સંતૃપ્તિ પ્રાપ્ત થશે કે કેમ. એમ પણ બને […]

ફક્ત કોન્ફરેન્સો ભરવાથી, બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાથી અને અમુક નીતી નિયમાવલી નક્કી કરવાથી, કોઈ વિકાસનું સર્જન નહિ થાય. બહારી મીટીંગો અને કોન્ફરેન્સોની સાથે, હૃદયની મીટીંગ પણ આવશ્યક છે. હૃદય મળવા માટે આપણા વચનોને, આપણા વર્તન અને કાર્યોમાં લાવવાને આપણાથી થવું જોઈએ. મનુષ્યનો મનોભાવ પણ બદલાવો જોઈએ. અમ્મા હંમેશા આપણને સ્મરણ કરાવતા હોય છે કે, આપણા […]