વિશ્વક વસ્તી જુદા જુદા રંગ અને આકારોના સુંદર ફૂલોના હાર જેવી છે. ફૂલોની વિવિધતા અને વૈવિધ્યતા, તેમાં સૌંદર્ય અને સુવાસ ઉમેરે છે. આ પ્રકારનું વિવિધતાનું સકારાત્મક મળવું, માનવ સંસ્કૃતિને ફાલવા આવશ્યક છે. કોઈ એક રાષ્ટ્ર, વંશ કે ધર્મ, અલગાવમાં હૈયાત રહી શકે નહિ. આ પૃથ્વી આપણા બધાની છે.
એ સાચું છે કે, પ્રધાન મંત્રી શ્રી નરેંદ્ર મોદીના નેતૃત્વમાં આપણી સરકારે ઘણો વિકાસ હાંસલ કરેલ છે. આથી એક પ્રચંડ પરિવર્તનનું સર્જન થઈ રહ્યું છે. આપણી સંસ્થાની સીમિત પહોંચ હોવાં છતાં આ માટે યથાશક્તિ સહાય કરવા પ્રયત્ન કરે છે. આને સંબંધિત હું થોડા ઉદાહરણ આપવા માગું છું. તેમાંના થોડા હજારોને હું વ્યક્તિગત મળી છું.
દસ વર્ષ પહેલાં આશ્રમ દ્વારા ભારતમાં અનેક ગામડાઓ દત્તક લેવામાં આવ્યા હતા. તેમાંના અનેક પૂર્ણરૂપે ઘઉંની ખેતીમાં જ લાગેલા રહેતા. તેમના ખોરાકમાં પણ તેઓ જે ઘઉં ઉગાડતા, તે જ હતું. આમ તેમનામાં રોગ પ્રતિરોધક શક્તિ અત્યંત નિમ્ન હતી. જે અનેક રોગોનું કારણ હતું. તેમણે જો ધાર્યું હોત તો થોડા ઘઉં આપી શાકભાજી મેળવી શક્યા હોત. પણ તેમણે તેમ કર્યું નહિ.
ગામડાઓના અન્ય એક સમુહમાં તેઓ પર્યાવરણમાં અને વાતાવરણમાં આવેલ પરિવર્તનથી સભાન ન હતા. તેમણે પોતાની જૂની રીતે, જેમ કે તેમના પૂર્વજો પેઢી દર પેઢી કરતા આવ્યા હતા, તે જ રીતે ખેતી કરવાનું ચાલું રાખ્યું. વરસાદ પડવાની શૈલીમાં આવેલ પરિવર્તનના કારણે તેમનો પાક નિષ્ફળ ગયો અને તેમને ભૂખમરો સહન કરવો પડયો હતો.
ગામડાના મોટાભાગના લોકો ગામ છોડી બહાર નોકરી શોધવા જવાને ઇચ્છતા નથી. આજીવિકા મેળવવા ગામ છોડી જવાને બદલે તેઓ ત્યાં પોતાના ઘરમાં ભૂખ્યા રહે છે. લીચ જેમ ચામડીને ચોંટીને રહે છે, તેમ તેઓ રેશનની દુકાને નથી જતાં કે ન તો અન્ય કોઈ લાભ જે તેમને પ્રાપ્ત હોય, તેનો ઉપયોગ કરતા અને તેઓ ઘરમાં જ રહેવું પસંદ કરે છે.
બીજા ગામડાઓમાં અનિશ્ચિત વર્ષાના માળખાંના કારણે અને આવકમાં ઘટાડો થતાં તેઓ મરિજુઆનાની ખેતી કરવા લાગ્યા હતા. શરૂઆતમાં આ પ્રકટ કરવાને તેઓ સંકોચ કરતા હતા. પણ પાછળથી તેમણે જણાવ્યું કે, તેઓ આ ઉગાડતા હતા જેથી તેમને વધુ પૈસા મળે (ત્રણ મહિનામાં પાંચ લાખ)અને તેઓ આરામદાયક જીવન વિતાવી શકે. માટે, જ્યારે તેમની સામાન્ય જીવન શૈલી ખોરવાય ગઈ, ત્યારે તેઓ ખોટા નિર્ણય લે છે અને પરિણામે કેટલાય જીવન બરબાદ થાય છે, આ આપણને અહીં જોવા મળે છે.
સરકારે વરસાદના પાણી સાચવીને રાખવા ખાસ યોજનાઓ લાગુ કરી છે. પરંતુ, દુર્ભાગ્યવશ, આ ગામના લોકો જાણતા નથી કે, કેવી રીતે આ માટે અરજી કરવી કે આ યોજનાઓનો લાભ લેવો. માટે તેમણે શીખવાની તક ગુમાવી હતી. દત્તક લીધેલા એક ગામમાં અમે વરસાદનું પાણી સંઘરવા માટેની યોજનાઓ લાગું કરી અને સ્થાનિક લોકોને કેવી રીતે તેને જાળવવી, તે શીખવ્યું હતું. પરિણામ સ્વરૂપ તેમના પાક ઉત્પાદનમાં અને આવકમાં ઘણી વૃદ્ધિ થઈ હતી. આ જ પ્રમાણે આજુંબાજુંના ગામડાઓના લોકોને શીખવવાની જવાબદારી જો શૈક્ષણિક સંસ્થાઓ હાથધરે તો તે અત્યંત લાભદાયક હશે.
કેટલાક ગામડાઓમાં અમે જોયું કે, પીવાના પાણીના અભાવના કારણે તેઓ નાળાનું પાણી પિતા હતા. તેઓ કોલેરા જેવા રોગોના ભોગ બની રહ્યાં હતા. આ સમસ્યાના નિવારણ માટે યુનિવર્સિટીમાં રીસર્ચ કરવામાં આવી અને તેમણે એક ફિલ્ટર બનાવ્યું. આનું નામ “જીવામૃતમ્” રાખ્યું હતું. આ ફિલ્ટરને પરીક્ષણ માટે સર્વપ્રથમ અમૃતપુરીની નજીક સ્થાપવામાં આવ્યું હતું. અને જાણવામાં આવ્યું કે આથી સંચારી રોગમાં ઘણો ઘટાડો થયો હતો. આ પછી આશ્રમ દ્વારા દત્તક લેવામાં આવેલ ગામડાઓમાં આ ફિલ્ટર સ્થાપવામાં આવ્યા હતા. આથી અહીં પાણીજન્ય રોગોના પ્રમાણમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે.
અન્ય ગામડાઓમાં અમને જાણવા મળ્યુ કે, મહિલાઓએ પ્રતિદિન સવારના ઘર કાર્ય માટે પિવાનું પાણી લેવા ક્યાંય દૂર જવું પડતું હતું. તેમનો બધો જ સમય પાણી ભરીને લાવવામાં અને ઘરકામમાં જ જતો. આમ તેઓ કંઈ કમાતા ન હતા અને પરિવારની આવકમાં કોઈ મદદ આપી શકતા ન હતા. અમોએ આવા સ્થાનો પર બોરવેલ ખોદી, તેમના ઘર આંગણે પાણી લાવ્યા હતા. પણ પછી જાણવા મળ્યું કે, જે લોકોબોરવેલની નજીક રહેતા હતા અને તેમને ચોવીસે કલાક પાણી મળતું હતું, તેઓ હવે બેફામ પાણીનો બગાડ કરે છે.
આથી વિપરીત જેઓ દૂરથી પાણી ભરી લાવતા હતા, તેઓ હજુય પાણીનો વપરાશ સંભાળીને કરતા હતા. આગળ પછી અમ્માએ ગામ મધ્યે બોરવેલ બનાવવાનું કહ્યું, જેથી પાણીનો બગાડ ન થાય. અને અમ્મા અન્ય સંસ્થાઓને પણ આ પ્રકારનો વ્યૂહ અપનાવવા સૂચવે છે.
થોડા ગામડાઓમાં આવકનો પ્રમુખ સ્રોત ગોપાલન અને ડેરીફાર્મ છે. જે દૂધ તેઓ ઉત્પન કરતા હતા તે અનેકવાર ચાલું ભાવ કરતા અડધી કિંમતે વેચતા હતા. ગરીબ ખેડુતો આ નજીવી રકમ માટે અથાક પરિશ્રમ કરતા હતા અને આથી રોજબરોજનો ખરચ પૂરો પાડવો, લગભગ અશક્ય હતું.
અમે આ સમસ્યાને હાથધરી અને એક ડેરી કોઓપરેટીવની સ્થાપના કરી, જે તેના સભ્યોને તેમના દૂધ માટે ખાતરીબંધ રકમ આપતી અને હવે તેમને સારી રકમ મળવા લાગી છે. સરકારે પણ આ જ પહેલને લાગુ કરી હતી. પણ તે હજુંય બધા જ ગ્રામવાસીઓ સુધી પહોંચી નથી.
આજે પણ કેટલાક ગામડાઓની સ્કૂલોમાં અમુક વર્ગો, દા.ત. ૪,૫,૬ અને ૭માં ધોરણના વર્ગો એક સાથે, એક જ ઓરડામાં એક સાથે શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ચાર દિશામાં મુખ કરીને બેસાડવામાં આવે છે. પણ ત્યાં એક જ શિક્ષક હોય છે. એ જ શિક્ષક પ્રથમ એક ધોરણના વિદ્યાર્થીઓને એક વિષય શીખવે છે. પછી તે બીજા ધોરણના વિદ્યાર્થીઓને અન્ય વિષય શીખવાડવાને જાય છે. ત્યારે પછી અન્ય ધોરણના વિદ્યાર્થીઓને શીખવવા જાય છે અને પછી તે ફરી પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ પાસે પાછા ફરે છે. તે શિક્ષક પણ સુશિક્ષિત ન હતા.
આ બાળકો જ્યારે પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળામાં જાય છે, તો ત્યાં શૈક્ષણિક પડકારો જેમ કે, અંગ્રેજીમાં બોલવું, આમ ન કરી શકતા, આ સંજોગોમાં વિદ્યાર્થીઓ ડીપ્રેસ થાય છે અને સ્કૂલ છોડી દેવાની શરૂઆત કરે છે.
આ સમસ્યાનો સામનો કરવા, આપણી યુનિવર્સિટીએ વ્યક્તિગત ઑનલાઇન ટયુશન આપવાનું શરૂ કર્યું. બાળકોના વિદ્યાભ્યાસમાં આથી ધણો સુધારો થયો છે. અન્ય સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ આ પદ્ધતી અપનાવી, બાળકોને ઑનલાઈન ક્લાસ સુલભ કરી શકે છે.
અન્ય એક બાધા જેનો સામનો કરવાને થયું હતું તે એ કે, સરકાર દ્વારા ફોન આપવામાં આવ્યા હોવા છતાં, સ્થાયી ઈંટરનેટ કનેકશનના અભાવના કારણે અમુક સ્થળો પર ઑનલાઇન શીખવાનું અસાધ્ય બન્યું હતું.
કોવિડ મહામારી દરમ્યાન સરકારે આ વાતની ખાતરી કરી હતી કે, બધી જ સ્કૂલોએ બધા જ વિદ્યાર્થીઓને ઑન-લાઈન શિક્ષણ આપવાનું. પરંતુ, ગામડાઓમાં ઘણા બાળકો ઈંટરનેટ સેવાના અભાવના કારણે આનો લાભ લઈ શક્યા ન હતા. આવા સ્થળો પર, ગામમાં એક એવું સ્થાન શોધી જ્યાં ઈંટરનેટ પ્રાપ્ય હોય, ત્યાં બાળકોને જોવા અને શીખવા માટે ટી.વી.સ્ક્રીન રાખવી જોઈએ. મને લાગે છે, પહાડી વિસ્તારોમાં આ એક ઉચિત વ્યવસ્થા હોય શકે.
કેરાલાના પાલકાડ જીલ્લામાં આવેલ અટ્ટપાડીમાં મોટાભાગના લોકો આદીવાસી હતા અને જંગલોમાં રહેતા હતા. તેઓ જંગલમાં ઉત્પન્ન થતા પદાર્થો ભેગા કરતા અને પ્રાથમિક વિદ્યાભ્યાસ માટે બહું જ થોડી રુચી રાખતા હતા. તેઓ તેનું મહત્વ પણ સમજતા ન હતા. અમે જંગલના વિસ્તારમાં નાના ઘર બનાવ્યા અને ખોરાક અને મિઠાઈ આપી આદીવાસી બાળકોને આકર્ષિત કરી, તેમને વિદ્યાભ્યાસ આપતા હતા.
આ યોજના અમે ૩૩ વર્ષ પહેલાં, અનાથાશ્રમ શરૂ કર્યો તે પહેલાં કરી હતી. અમો આ આદીવાસી વસતીમાંથી બાળકોને લઈ આવ્યા અને તેમને ઉચ્ચતર વિદ્યાભ્યાસ આપ્યો હતો. આજે તેમાંના ઘણા બાળકોએ કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો છે અને કેટલાક તો ઈંન્જીનિઅર બની ગયા છે. અત્યારે અમે આ અનાથાશ્રમ ચલાવીએ છીએ, અહીં ૪૦૦ બાળકો વાસ કરે છે. તેમ છતાં દુઃખ સાથે કહેવાનું કે, હજુંય ઘણું કરવાનું છે…
સરકાર પાવર સપ્લાય આપે છે. પરંતું અમુક સ્થળો પર વોલ્ટેજ એટલો તો ઓછો હોય છે કે, વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ માટે પ્રાપ્ત ઉપકરણોનો તેઓ રચનાત્મક રીતે ઉપયોગ નથી કરી શકતા. આ સમસ્યાનું નિવારણ કરવા અમે સોલાર પેનલ લગાવી હતી. જેથી આ વિદ્યાર્થીઓ કોઈ રુકાવટ વિના ઓનલાઇન સુવિધાનો અસરકારક રીતે ઉપયોગ કરી અભ્યાસ કરી શકે. અમુક સ્થળો પર ત્યાં પ્રાપ્ત જળધોધનો, નવીકરણ ઊર્જા પાત્ર (renewable energy source)તરીકે ઉપયોગ કરી અમે માઇક્રો હાઇડ્રો ઇલેકટ્રીક પાવર પ્લાન્ટનું નિર્માણ કર્યું. આમાંથી ઉત્પન્ન ઊર્જાનો ઉપયોગ ઓનલાઇન વિૅદ્યાભ્યાસ માટે અસરકારક રીતે કરી શકે અને આમાંથીં ઉત્પન્ન વિદ્યુત શક્તિનો ઉપયોગ, ગામ માટે પણ કરી શકાય.
આ પ્રકારના સંજોગોમાં પ્રત્યેક નાના ગામડામાં ટ્રાન્સફોર્મર બેસાડવું ખર્ચાળ છે અને સોલાર પેનલ બેસાડવી સમય જતાં તેના પર ખરચ કરવામાં આવેલ રકમ લાભદાયક હશે. સી એસ ઓ. જુદા જુદા ગામડાઓ દત્તક લઈ શકે અને ખરચ પૂરો પાડવા સહાયક બની શકે. અથવા સરકાર કોઈ આલ્ટર્નેટીવ જુદા જુદા ઇલેક્ટ્રીક સોર્સ માટે સબસિડી આપી શકે.
મોટાભાગના ગામડાઓમાં હવે સ્કૂલો છે. પરંતુ, બાળકોએ ઘણીવાર સ્કૂલ બસ જ્યાં પહોંચે, ત્યાં સુધી ચાર કિલોમીટર ચાલીને જવું પડે છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં. એક જ પરિવારમાંથી જો ત્રણ બાળકો સ્કૂલે જતા હોય તો બસની ફીસ તરીકે સામાન્યઃ પ્રતિમાસ રૂા.૩૦૦૦/- દેવા પડે. આ ખરચના કારણે બાળકો જ્યારે છઠ્ઠા કે દસમાં ધોરણમાં પહોંચે તો બે બાળકોને સ્કૂલમાંથી ઉઠાવી લેવામાં આવે છે અને ત્રીજા બાળકને સ્કૂલમાં તેનો વિદ્યાભ્યાસ ચાલું રાખવા દેવામાં આવે છે. હાલમાં જ થોડા આદીવાસી બાળકોએ મને આ કહ્યું હતું. આવા વિદ્યાર્થીઓને તેમના વિદ્યાભ્યાસનો ખરચ, જેમાં ટયુશનની ફી, ટ્રાન્સપોર્ટેશન ફી અને વિદ્યાભ્યાસ માટે આવશ્યક સાધન સામગ્રી આશ્રમ તરફથી આપવામાં આવે છે. આમાંના કેટલાક બાળકોને પારીપળ્ળીમાં આવેલ અમારી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે, અસંખ્ય સ્કૂલો બાંધવામાં આવી છે, છતાં ઘણા બાળકો આર્થિક પ્રતિબંધનોના કારણે આગળ ભણી નથી શકતા.
સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને સ્વાસ્થ્ય માટે આવશ્યક વીટામિન અને અન્ય પોષણયુક્ત ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. પરંતુ આ ગર્ભમાં રહેલા શિશુના સ્વાસ્થ્ય માટે લાભદાયક ન હોય શકે. દા.ત. મોર બેસેલા કેરીના વૃક્ષમાં ખાતર નાખવાથી તે વધું સારા ફળ નહિ આપે. તે ફળ ચીમળાઈને પડી પણ જાય, વિકાસ રૂંધાયેલો હોય અથવા તેમાં કીડા પડે. મહિલાઓને નાનપણથી જ પોષ્ટિક આહાર આપવો જોઈએ જેથી બાળપણથી જ તેમની રોગ-પ્રતિરક્ષા દ્રઢ બને.
પાસઠ વર્ષ પહેલાં અમારા ગામમાં અઠવાડિયામાં એકવાર મારી મા આયુર્વેદ પાનમાંથી વ્યંજનો તૈયાર કરતી. આ અમારું ભોજન રહેતું. આ રોગ-પ્રતિરક્ષાના સ્તરમાં વૃદ્ધિ કરતું. આ જ પ્રમાણે ગ્રામિણ મહિલાઓને ઔષધિયુક્ત વૃક્ષો અને રોપાઓનું જ્ઞાન આપવામાં આવું જોઈએ અને તેમને આ વૃક્ષો અને રોપાઓના પાનમાંથી વ્યંજનો તૈયાર કરવાનું પણ શીખવાડવું જોઈએ. આ તેમની રોગ-પ્રતિરક્ષા તંત્રમાં વૃદ્ધિ કરશે. આ પરિવર્તન ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓના સ્વાસ્થ્યની રક્ષા કરશે. પ્રસૂતા અને શિશુ મૃત્યુ પણ અટકાવશે. ૐ
(નાગપુરમાં આયોજીત સી૨૦ના આરંભક સમારોહમાં અમ્માનો સંદેશ તા.૨૦ માર્ચ ૨૦૨૩)

