વિશ્વક વસ્તી જુદા જુદા રંગ અને આકારોના સુંદર ફૂલોના હાર જેવી છે. ફૂલોની વિવિધતા અને વૈવિધ્યતા, તેમાં સૌંદર્ય અને સુવાસ ઉમેરે છે. આ પ્રકારનું વિવિધતાનું સકારાત્મક મળવું, માનવ સંસ્કૃતિને ફાલવા આવશ્યક છે. કોઈ એક રાષ્ટ્ર, વંશ કે ધર્મ, અલગાવમાં હૈયાત રહી શકે નહિ. આ પૃથ્વી આપણા બધાની છે.

એ સાચું છે કે, પ્રધાન મંત્રી શ્રી નરેંદ્ર મોદીના નેતૃત્વમાં આપણી સરકારે ઘણો વિકાસ હાંસલ કરેલ છે. આથી એક પ્રચંડ પરિવર્તનનું સર્જન થઈ રહ્યું છે. આપણી સંસ્થાની સીમિત પહોંચ હોવાં છતાં આ માટે યથાશક્તિ સહાય કરવા પ્રયત્ન કરે છે. આને સંબંધિત હું થોડા ઉદાહરણ આપવા માગું છું. તેમાંના થોડા હજારોને હું વ્યક્તિગત મળી છું.

દસ વર્ષ પહેલાં આશ્રમ દ્વારા ભારતમાં અનેક ગામડાઓ દત્તક લેવામાં આવ્યા હતા. તેમાંના અનેક પૂર્ણરૂપે ઘઉંની ખેતીમાં જ લાગેલા રહેતા. તેમના ખોરાકમાં પણ તેઓ જે ઘઉં ઉગાડતા, તે જ હતું. આમ તેમનામાં રોગ પ્રતિરોધક શક્તિ અત્યંત નિમ્ન હતી. જે અનેક રોગોનું કારણ હતું. તેમણે જો ધાર્યું હોત તો થોડા ઘઉં આપી શાકભાજી મેળવી શક્યા હોત. પણ તેમણે તેમ કર્યું નહિ.

ગામડાઓના અન્ય એક સમુહમાં તેઓ પર્યાવરણમાં અને વાતાવરણમાં આવેલ પરિવર્તનથી સભાન ન હતા. તેમણે પોતાની જૂની રીતે, જેમ કે તેમના પૂર્વજો પેઢી દર પેઢી કરતા આવ્યા હતા, તે જ રીતે ખેતી કરવાનું ચાલું રાખ્યું. વરસાદ પડવાની શૈલીમાં આવેલ પરિવર્તનના કારણે તેમનો પાક નિષ્ફળ ગયો અને તેમને ભૂખમરો સહન કરવો પડયો હતો.

ગામડાના મોટાભાગના લોકો ગામ છોડી બહાર નોકરી શોધવા જવાને ઇચ્છતા નથી. આજીવિકા મેળવવા ગામ છોડી જવાને બદલે તેઓ ત્યાં પોતાના ઘરમાં ભૂખ્યા રહે છે. લીચ જેમ ચામડીને ચોંટીને રહે છે, તેમ તેઓ રેશનની દુકાને નથી જતાં કે ન તો અન્ય કોઈ લાભ જે તેમને પ્રાપ્ત હોય, તેનો ઉપયોગ કરતા અને તેઓ ઘરમાં જ રહેવું પસંદ કરે છે.

બીજા ગામડાઓમાં અનિશ્ચિત વર્ષાના માળખાંના કારણે અને આવકમાં ઘટાડો થતાં તેઓ મરિજુઆનાની ખેતી કરવા લાગ્યા હતા. શરૂઆતમાં આ પ્રકટ કરવાને તેઓ સંકોચ કરતા હતા. પણ પાછળથી તેમણે જણાવ્યું કે, તેઓ આ ઉગાડતા હતા જેથી તેમને વધુ પૈસા મળે (ત્રણ મહિનામાં પાંચ લાખ)અને તેઓ આરામદાયક જીવન વિતાવી શકે. માટે, જ્યારે તેમની સામાન્ય જીવન શૈલી ખોરવાય ગઈ, ત્યારે તેઓ ખોટા નિર્ણય લે છે અને પરિણામે કેટલાય જીવન બરબાદ થાય છે, આ આપણને અહીં જોવા મળે છે.

સરકારે વરસાદના પાણી સાચવીને રાખવા ખાસ યોજનાઓ લાગુ કરી છે. પરંતુ, દુર્ભાગ્યવશ, આ ગામના લોકો જાણતા નથી કે, કેવી રીતે આ માટે અરજી કરવી કે આ યોજનાઓનો લાભ લેવો. માટે તેમણે શીખવાની તક ગુમાવી હતી. દત્તક લીધેલા એક ગામમાં અમે વરસાદનું પાણી સંઘરવા માટેની યોજનાઓ લાગું કરી અને સ્થાનિક લોકોને કેવી રીતે તેને જાળવવી, તે શીખવ્યું હતું. પરિણામ સ્વરૂપ તેમના પાક ઉત્પાદનમાં અને આવકમાં ઘણી વૃદ્ધિ થઈ હતી. આ જ પ્રમાણે આજુંબાજુંના ગામડાઓના લોકોને શીખવવાની જવાબદારી જો શૈક્ષણિક સંસ્થાઓ હાથધરે તો તે અત્યંત લાભદાયક હશે.

કેટલાક ગામડાઓમાં અમે જોયું કે, પીવાના પાણીના અભાવના કારણે તેઓ નાળાનું પાણી પિતા હતા. તેઓ કોલેરા જેવા રોગોના ભોગ બની રહ્યાં હતા. આ સમસ્યાના નિવારણ માટે યુનિવર્સિટીમાં રીસર્ચ કરવામાં આવી અને તેમણે એક ફિલ્ટર બનાવ્યું. આનું નામ “જીવામૃતમ્‌” રાખ્યું હતું. આ ફિલ્ટરને પરીક્ષણ માટે સર્વપ્રથમ અમૃતપુરીની નજીક સ્થાપવામાં આવ્યું હતું. અને જાણવામાં આવ્યું કે આથી સંચારી રોગમાં ઘણો ઘટાડો થયો હતો. આ પછી આશ્રમ દ્વારા દત્તક લેવામાં આવેલ ગામડાઓમાં આ ફિલ્ટર સ્થાપવામાં આવ્યા હતા. આથી અહીં પાણીજન્ય રોગોના પ્રમાણમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે.

અન્ય ગામડાઓમાં અમને જાણવા મળ્યુ કે, મહિલાઓએ પ્રતિદિન સવારના ઘર કાર્ય માટે પિવાનું પાણી લેવા ક્યાંય દૂર જવું પડતું હતું. તેમનો બધો જ સમય પાણી ભરીને લાવવામાં અને ઘરકામમાં જ જતો. આમ તેઓ કંઈ કમાતા ન હતા અને પરિવારની આવકમાં કોઈ મદદ આપી શકતા ન હતા. અમોએ આવા સ્થાનો પર બોરવેલ ખોદી, તેમના ઘર આંગણે પાણી લાવ્યા હતા. પણ પછી જાણવા મળ્યું કે, જે લોકોબોરવેલની નજીક રહેતા હતા અને તેમને ચોવીસે કલાક પાણી મળતું હતું, તેઓ હવે બેફામ પાણીનો બગાડ કરે છે.

આથી વિપરીત જેઓ દૂરથી પાણી ભરી લાવતા હતા, તેઓ હજુય પાણીનો વપરાશ સંભાળીને કરતા હતા. આગળ પછી અમ્માએ ગામ મધ્યે બોરવેલ બનાવવાનું કહ્યું, જેથી પાણીનો બગાડ ન થાય. અને અમ્મા અન્ય સંસ્થાઓને પણ આ પ્રકારનો વ્યૂહ અપનાવવા સૂચવે છે.

થોડા ગામડાઓમાં આવકનો પ્રમુખ સ્રોત ગોપાલન અને ડેરીફાર્મ છે. જે દૂધ તેઓ ઉત્પન કરતા હતા તે અનેકવાર ચાલું ભાવ કરતા અડધી કિંમતે વેચતા હતા. ગરીબ ખેડુતો આ નજીવી રકમ માટે અથાક પરિશ્રમ કરતા હતા અને આથી રોજબરોજનો ખરચ પૂરો પાડવો, લગભગ અશક્ય હતું.

અમે આ સમસ્યાને હાથધરી અને એક ડેરી કોઓપરેટીવની સ્થાપના કરી, જે તેના સભ્યોને તેમના દૂધ માટે ખાતરીબંધ રકમ આપતી અને હવે તેમને સારી રકમ મળવા લાગી છે. સરકારે પણ આ જ પહેલને લાગુ કરી હતી. પણ તે હજુંય બધા જ ગ્રામવાસીઓ સુધી પહોંચી નથી.

આજે પણ કેટલાક ગામડાઓની સ્કૂલોમાં અમુક વર્ગો, દા.ત. ૪,૫,૬ અને ૭માં ધોરણના વર્ગો એક સાથે, એક જ ઓરડામાં એક સાથે શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ચાર દિશામાં મુખ કરીને બેસાડવામાં આવે છે. પણ ત્યાં એક જ શિક્ષક હોય છે. એ જ શિક્ષક પ્રથમ એક ધોરણના વિદ્યાર્થીઓને એક વિષય શીખવે છે. પછી તે બીજા ધોરણના વિદ્યાર્થીઓને અન્ય વિષય શીખવાડવાને જાય છે. ત્યારે પછી અન્ય ધોરણના વિદ્યાર્થીઓને શીખવવા જાય છે અને પછી તે ફરી પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ પાસે પાછા ફરે છે. તે શિક્ષક પણ સુશિક્ષિત ન હતા.

આ બાળકો જ્યારે પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળામાં જાય છે, તો ત્યાં શૈક્ષણિક પડકારો જેમ કે, અંગ્રેજીમાં બોલવું, આમ ન કરી શકતા, આ સંજોગોમાં વિદ્યાર્થીઓ ડીપ્રેસ થાય છે અને સ્કૂલ છોડી દેવાની શરૂઆત કરે છે.

આ સમસ્યાનો સામનો કરવા, આપણી યુનિવર્સિટીએ વ્યક્તિગત ઑનલાઇન ટયુશન આપવાનું શરૂ કર્યું. બાળકોના વિદ્યાભ્યાસમાં આથી ધણો સુધારો થયો છે. અન્ય સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ આ પદ્ધતી અપનાવી, બાળકોને ઑનલાઈન ક્લાસ સુલભ કરી શકે છે.

અન્ય એક બાધા જેનો સામનો કરવાને થયું હતું તે એ કે, સરકાર દ્વારા ફોન આપવામાં આવ્યા હોવા છતાં, સ્થાયી ઈંટરનેટ કનેકશનના અભાવના કારણે અમુક સ્થળો પર ઑનલાઇન શીખવાનું અસાધ્ય બન્યું હતું.

કોવિડ મહામારી દરમ્યાન સરકારે આ વાતની ખાતરી કરી હતી કે, બધી જ સ્કૂલોએ બધા જ વિદ્યાર્થીઓને ઑન-લાઈન શિક્ષણ આપવાનું. પરંતુ, ગામડાઓમાં ઘણા બાળકો ઈંટરનેટ સેવાના અભાવના કારણે આનો લાભ લઈ શક્યા ન હતા. આવા સ્થળો પર, ગામમાં એક એવું સ્થાન શોધી જ્યાં ઈંટરનેટ પ્રાપ્ય હોય, ત્યાં બાળકોને જોવા અને શીખવા માટે ટી.વી.સ્ક્રીન રાખવી જોઈએ. મને લાગે છે, પહાડી વિસ્તારોમાં આ એક ઉચિત વ્યવસ્થા હોય શકે.

કેરાલાના પાલકાડ જીલ્લામાં આવેલ અટ્ટપાડીમાં મોટાભાગના લોકો આદીવાસી હતા અને જંગલોમાં રહેતા હતા. તેઓ જંગલમાં ઉત્પન્ન થતા પદાર્થો ભેગા કરતા અને પ્રાથમિક વિદ્યાભ્યાસ માટે બહું જ થોડી રુચી રાખતા હતા. તેઓ તેનું મહત્વ પણ સમજતા ન હતા. અમે જંગલના વિસ્તારમાં નાના ઘર બનાવ્યા અને ખોરાક અને મિઠાઈ આપી આદીવાસી બાળકોને આકર્ષિત કરી, તેમને વિદ્યાભ્યાસ આપતા હતા.

આ યોજના અમે ૩૩ વર્ષ પહેલાં, અનાથાશ્રમ શરૂ કર્યો તે પહેલાં કરી હતી. અમો આ આદીવાસી વસતીમાંથી બાળકોને લઈ આવ્યા અને તેમને ઉચ્ચતર વિદ્યાભ્યાસ આપ્યો હતો. આજે તેમાંના ઘણા બાળકોએ કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો છે અને કેટલાક તો ઈંન્જીનિઅર બની ગયા છે. અત્યારે અમે આ અનાથાશ્રમ ચલાવીએ છીએ, અહીં ૪૦૦ બાળકો વાસ કરે છે. તેમ છતાં દુઃખ સાથે કહેવાનું કે, હજુંય ઘણું કરવાનું છે…

સરકાર પાવર સપ્લાય આપે છે. પરંતું અમુક સ્થળો પર વોલ્ટેજ એટલો તો ઓછો હોય છે કે, વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ માટે પ્રાપ્ત ઉપકરણોનો તેઓ રચનાત્મક રીતે ઉપયોગ નથી કરી શકતા. આ સમસ્યાનું નિવારણ કરવા અમે સોલાર પેનલ લગાવી હતી. જેથી આ વિદ્યાર્થીઓ કોઈ રુકાવટ વિના ઓનલાઇન સુવિધાનો અસરકારક રીતે ઉપયોગ કરી અભ્યાસ કરી શકે. અમુક સ્થળો પર ત્યાં પ્રાપ્ત જળધોધનો, નવીકરણ ઊર્જા પાત્ર (renewable energy source)તરીકે ઉપયોગ કરી અમે માઇક્રો હાઇડ્રો ઇલેકટ્રીક પાવર પ્લાન્ટનું નિર્માણ કર્યું. આમાંથી ઉત્પન્ન ઊર્જાનો ઉપયોગ ઓનલાઇન વિૅદ્યાભ્યાસ માટે અસરકારક રીતે કરી શકે અને આમાંથીં ઉત્પન્ન વિદ્યુત શક્તિનો ઉપયોગ, ગામ માટે પણ કરી શકાય.

આ પ્રકારના સંજોગોમાં પ્રત્યેક નાના ગામડામાં ટ્રાન્સફોર્મર બેસાડવું ખર્ચાળ છે અને સોલાર પેનલ બેસાડવી સમય જતાં તેના પર ખરચ કરવામાં આવેલ રકમ લાભદાયક હશે. સી એસ ઓ. જુદા જુદા ગામડાઓ દત્તક લઈ શકે અને ખરચ પૂરો પાડવા સહાયક બની શકે. અથવા સરકાર કોઈ આલ્ટર્નેટીવ જુદા જુદા ઇલેક્ટ્રીક સોર્સ માટે સબસિડી આપી શકે.

મોટાભાગના ગામડાઓમાં હવે સ્કૂલો છે. પરંતુ, બાળકોએ ઘણીવાર સ્કૂલ બસ જ્યાં પહોંચે, ત્યાં સુધી ચાર કિલોમીટર ચાલીને જવું પડે છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં. એક જ પરિવારમાંથી જો ત્રણ બાળકો સ્કૂલે જતા હોય તો બસની ફીસ તરીકે સામાન્યઃ પ્રતિમાસ રૂા.૩૦૦૦/- દેવા પડે. આ ખરચના કારણે બાળકો જ્યારે છઠ્ઠા કે દસમાં ધોરણમાં પહોંચે તો બે બાળકોને સ્કૂલમાંથી ઉઠાવી લેવામાં આવે છે અને ત્રીજા બાળકને સ્કૂલમાં તેનો વિદ્યાભ્યાસ ચાલું રાખવા દેવામાં આવે છે. હાલમાં જ થોડા આદીવાસી બાળકોએ મને આ કહ્યું હતું. આવા વિદ્યાર્થીઓને તેમના વિદ્યાભ્યાસનો ખરચ, જેમાં ટયુશનની ફી, ટ્રાન્સપોર્ટેશન ફી અને વિદ્યાભ્યાસ માટે આવશ્યક સાધન સામગ્રી આશ્રમ તરફથી આપવામાં આવે છે. આમાંના કેટલાક બાળકોને પારીપળ્ળીમાં આવેલ અમારી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે, અસંખ્ય સ્કૂલો બાંધવામાં આવી છે, છતાં ઘણા બાળકો આર્થિક પ્રતિબંધનોના કારણે આગળ ભણી નથી શકતા.

સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને સ્વાસ્થ્ય માટે આવશ્યક વીટામિન અને અન્ય પોષણયુક્ત ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. પરંતુ આ ગર્ભમાં રહેલા શિશુના સ્વાસ્થ્ય માટે લાભદાયક ન હોય શકે. દા.ત. મોર બેસેલા કેરીના વૃક્ષમાં ખાતર નાખવાથી તે વધું સારા ફળ નહિ આપે. તે ફળ ચીમળાઈને પડી પણ જાય, વિકાસ રૂંધાયેલો હોય અથવા તેમાં કીડા પડે. મહિલાઓને નાનપણથી જ પોષ્ટિક આહાર આપવો જોઈએ જેથી બાળપણથી જ તેમની રોગ-પ્રતિરક્ષા દ્રઢ બને.

પાસઠ વર્ષ પહેલાં અમારા ગામમાં અઠવાડિયામાં એકવાર મારી મા આયુર્વેદ પાનમાંથી વ્યંજનો તૈયાર કરતી. આ અમારું ભોજન રહેતું. આ રોગ-પ્રતિરક્ષાના સ્તરમાં વૃદ્ધિ કરતું. આ જ પ્રમાણે ગ્રામિણ મહિલાઓને ઔષધિયુક્ત વૃક્ષો અને રોપાઓનું જ્ઞાન આપવામાં આવું જોઈએ અને તેમને આ વૃક્ષો અને રોપાઓના પાનમાંથી વ્યંજનો તૈયાર કરવાનું પણ શીખવાડવું જોઈએ. આ તેમની રોગ-પ્રતિરક્ષા તંત્રમાં વૃદ્ધિ કરશે. આ પરિવર્તન ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓના સ્વાસ્થ્યની રક્ષા કરશે. પ્રસૂતા અને શિશુ મૃત્યુ પણ અટકાવશે. ૐ

(નાગપુરમાં આયોજીત સી૨૦ના આરંભક સમારોહમાં અમ્માનો સંદેશ તા.૨૦ માર્ચ ૨૦૨૩)

આજે માનવતા ઘણા અસાધારણ પડકારોનો સામનો કરી રહી છે. સૂક્ષ્મ સ્તર પર પણ અનેક પડકારો છે, જે સમજવા કે ગ્રહણ કરવા આપણે અસમર્થ હશું. અહીં મનુષ્યને બે ગુણ આવશ્યક છેઃ સમસ્યાને ઓળખવાનો વિવેક અને તેને સુધારવા માટેની માનસિકતા અને બુદ્ધી.

દુર્ભાગ્યવશ આપણે તે વિદ્યાર્થી જેવા છીએ જે પરીક્ષાના આગલા દિવસે ભણવાની શરૂઆત કરે છે. આપણે જ્યારે કોઈ આપત્તિની અણી પર હોઈએ ત્યારે જ ઉચિત રીતે વિચાર કરીશું. ત્યારે જ આપણને સમજાશે કે, આપણે કંઈ કરવું જોઈએ.

કોવિડ મહામારી પરીક્ષણનો એક સમય હતો, જે ત્રણ વર્ષ ચાલ્યો હતો. આ સંઘર્ષમાંથી જ્યારે આપણે પસાર થઈ રહ્યાં હતા, ત્યારે લોકોએ નિશ્ચિત કર્યું કે,ભવિષ્યમાં આપણે વધું સારી રીતે કાર્ય કરવું જોઈએ. બગાડ કરવાની આપણી વૃત્તિ, પ્રકૃતિ પ્રત્યેનો અનાદર અને ક્ષીણ થઈ રહેલા આપણા સંસાધનો પર આપણી નિર્ભરતામાં પરિવર્તન લાવવાનું પ્રણ આપણે લીધું. પરંતુ આ પ્રકારના નિર્ણયો લાંબો સમય ટકતા નથી. લોકો અનિવાર્યપણે જૂની આદતોમાં પાછા ફરે છે.

ભવિષ્ય જે વિભાજીત છે, એવા કોઈ એક કે એકાંકીનું નથી. ભવિષ્ય તો તેમનું છે જે બધા સાથે મળી, બધાને સહયોગ સહકાર આપે છે. રાષ્ટ્રો અને સમાજ જે પોતાની મેળે ઊભા થવા પ્રયત્ન કરે છે, તેઓ ચોક્કસ નિષ્ફળ રહેવાના. આ મનુષ્યને પ્રકૃતિની ચેતવણી છે. માટે આપણો મંત્ર “ભળવાનો”(mingle) રહે અને નહિ કે, “એકાંકી”(single)નો.

મનુષ્યને અમુક હદ સુધી પોતાની પસંદગી અનુસાર જીવન જીવવાની સ્વતંત્રતા છે. પરંતુ, પ્રકૃતિના નિયમો આપણે ટીવી ચેનલો બદલવાની જેમ આપણી મરજી પ્રમાણે બદલી શકીએ નહિ. સર્વને સમાવિષ્ટ કરવા, એ ઈશ્વર અને પ્રકૃતિની રીત છે. બાકાત કરવું એ તો ફક્ત મનુષ્યની રીત છે.

આ દુનિયામાં જે બધા જીવે છે, તેમણે પ્રકૃતિનો સમાવેશનો નિયમ પાળવો જ જોઈએ. આપણે જો જબરજસ્તી બાકાતનો નિયમ લાદીએ, તો તેનું પરિણામ કેવળ અસંવાદિતા અને ખતરો જ હશે. આજે આપણે જે અનુભવ કરી રહ્યાં છીએ, તે ઘણા લોકો દ્વારા વિશ્વના વણાટમાં કરવામાં આવેલ દખલગીરીનું પરિણામ છે.

બદલવા માટેનો પરિશ્રમ અને પ્રકૃતિ સંરક્ષણ સાથે આપણે આપણી માનસિકતા પણ બદલવાને તૈયાર હોવું જોઈએ. પહેલાંના દિવસોમાં માતાપિતા પોતાના બાળકોને આ પ્રકારની શિખામણ આપતા કે, “સારું વર્તન કરવાનું, સાચું બોલવાનું, બધા પ્રતિ પ્રેમાળ રહેવાનું, બીજાની સહાય કરવાની અને સરસથી ભણવાનું.” પરંતુ આજે, આપણે માતાપિતાને પોતાના બાળકોને આ રીતે શીખ આપતા સાંભળીએ છીએ કે, “હોંશિયાર, સમજદાર, વિજયી રહેવાનું અને તમારાથી નિમ્ન લોકો સાથે આદાન પ્રદાન કે આપલે કરવી નહિ.” ત્યારે પૂર્વે માતાપિતા પોતાના બાળકોને કેવી રીતે મોટા કરતા હતા?

દુનિયામાં લોકો બે પ્રકારની ગરીબી અનુભવે છે. પ્રથમ ખોરાક, વસ્ત્ર અને આશ્રયના અભાવની ગરીબી છે. તો બીજી પ્રેમ અને કરુણાના અભાવની ગરીબી છે. આપણામાં જો પ્રેમ અને કરુણા હશે, તો આપણે પ્રથમ જૂથના લોકોને ગરીબી મુક્ત કરી શકીશું. આ જ તે ગુણ છે, જે આપણે કેળવવા જ જોઈએ, અને આ જ કારણ છે કે, આપણી આધુનિક સંસ્કૃતિએ આધ્યાત્મિક મૂલ્યોને સમ્મિલિત કરવા જ જોઈએ.

આજે દુનિયામાં દયાળું અને સહાયક હોવું, આને કદાચ નબળાઈની નિશાની તરીકે જોવામાં આવે. ત્યારે છળ અને કપટને તાકત તરીકે જોવામાં આવે છે. દા.ત. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પોતાના દુષ્ટ પુત્ર દુર્યોધનને આ પ્રકારની તર્કહીન માનસિકતા સાથે મોટો કર્યો હતો. આજે આપણો સમાજ આ જ દિશામાં આગળ વધી રહ્યો છે.

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવેલ પ્રચંડ પરિવર્તન અને આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઈંટરનેટ અને નશીલી દવાઓનો દુરુપયોગ, આ બધું આજે જે સંકટનો આપણે સામનો કરી રહ્યાં છીએ, તેનું કારણ છે.

ટેકનોલોજીનો દાખલો લઈએ. આથી મનુષ્ય જીવનમાં ખરેખર ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે, પરંતુ તેની નકારાત્મક બાજું મનુષ્યના ભવિષ્ય પ્રતિ ભયજનક ચિંતાઓ ઊભી કરે છે. આજે આપણે અંતરાત્મા અને નૈતિક મૂલ્યો વિહીન એક નવી પેઢીને વિકસતી જોઈ રહ્યાં છીએ. અને શું છે તેનું પરિણામ? વિધ વિધ નામ અને રૂપમાં હિંસામાં વધારો!

ટેકનોલોજી બહું મહત્વની છે. આથી સુવિધાઓમાં વધારો થયો છે અને જીવન આરામદાયક બન્યું છે. પરંતુ આ સાથે ટેકનોલોજીના દુરુપયોગમાં પણ વધારો થયો છે. આમ તેમાં પણ તેના ખતરાઓ સમાયેલા છે.

આ જ કારણસર કોઈપણ નવી શોધ કે આવિશ્કારોને મોટી સંખ્યામાં લોકો સમક્ષ ઉતારતા પહેલાં તેના નકારાત્માક પ્રભાવ પર વિસ્તારથી સંશોધન થવું જોઈએ. “નૂતન”ને ક્યારેય “પુરાતન” ને કચડવા દેવું ન જોઈએ. અહીં આ કહેવત કે, “ઉપચાર કરતાં અટકાવ વુંધું સારું.”(It is better to prevent than to cure. ) બંધ બેસે છે.

નવી શોધખોળનો અર્થ અનોખું, નવું જોખમ, એવો પણ થાય. આ શોધખોળ સમાજ માટે માથાનો સ્થાયી દુઃખાવો બને, તે પહેલાં તેમાં રહેલાં સંભાવ્ય નકારાત્મક પ્રત્યાઘાતો અને તેમાંથી પ્રત્યક્ષ થતાં ખતરાઓ, તેનાં નિવારણો આપણે શોધવા જોઈએ.

આ વિશ્વ આપણને અગણિત અનુભવો આપે છે. સારા અને માઠાં બંને. આ બંનેને આપણે આત્મનિરિક્ષણ માટેના અવસરો માની સ્વીકારવા જોઈએ. ૐ

(નાગપુરમાં આયોજીત સી૨૦ના આરંભક સમારોહમાં અમ્માનો સંદેશઃ તા.૨૦ માર્ચ ૨૦૨૩)

યુવક : “અમ્મા, અમે જ્યારે કહ્યું કે અમે આશ્રમ જઈએ છીએ, ત્યારે
ઘણા લોકો અમારી મશ્કરી કરવા લાગ્યા. તેમનું કહેવું હતું કે, આશ્રમ અને
મંદિરો તો વૃદ્ધ લોકો માટે છે.”

અમ્મા : “મંદિરો અને આશ્રમો તો લોકોમાં આધ્યાત્મિક ચિંતન અને
ઉત્તમ ગુણો વિકસાવવા માટે છે. આજે ઘણા લોકોને મંદિરોની નિંદા કરતા જોઈએ
છીએ.

રાષ્ટ્રિય પાર્ટીઓને, પાર્ટીની ધજાઓ ઉંચકીને સરઘસમાં નીકળતા તમે
નથી જોયા? કોઈ તેમની એક ઝંડીને ફાડે, કે બાળે કે પછી તેના પર થૂંકી જાુએ,
તે બધા લોકો ભેગા મળી, મારી મારીને તેની હત્યા કરશે. વાસ્તવમાં તે ઝંડીમાં
શું છે? તે તો કપડાનો એક ટૂકડો માત્ર જ છે. એક જાય, તો બીજા જેટલા જોઈએ
તેટલા પૈસા દેતા મળે! પરંતુ, તેમ નથી. તે ધજા, એક આદર્શનું પ્રતીક છે.
તેમની પાર્ટીનું પ્રતીક છે. માટે, તેઓ તેનો અનાદર સહન કરી શકે નહિ. આ જ
પ્રમાણે, મંદિર ઈશ્વરતત્વના પ્રતીક છે. આ ઉપરાંત, તેમાં આપણે ઈશ્વરના
દર્શન કરીએ છીએ. મંદિરમાં પ્રવેશ કરી, દર્શન કરતી વખતે, આપણામાં
સદ્‌વિચારો ખીલે છે. આપણા યથાર્થ આદર્શનું સ્મરણ થાય છે. મંદિરનું
અંતરીક્ષ તો ઈશ્વરના પવિત્ર વિચારોથી શુદ્ધ થયેલું હોય છે. ગરમીના મોસમમાં
જેમ વૃક્ષની છાયા, શિયાળામાં જેમ ગરમવસ્ત્રો, તેમ માનસિક સંતાપ
અનુભવતા લોકોને મંદિરનું અંતરીક્ષ સાંત્વના બક્ષે છે. મંદિરોમાં સારાં સંસ્કાર
ગ્રહણ કરી, ત્યાં બેસી પ્રભુ ભજન કરવાથી આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ
છીએ.”

એક યુવક : “આજે મંદિરો ફક્ત વેપારના સ્થળો બની ગયા છે. એ તો
કહી શકાય, નહિ શું?”

અમ્મા : “આંખ બંધ કરી, મંદિરોનો ઉપહાસ કરવાનો કોઈ અર્થ નથી.
એ સત્ય છે કે, આજે ઘણા મંદિરો યોગ્ય રીતે કાર્ય નથી કરતા. પરંતુ, મંદિરોપર
આક્ષેપો મુકવાને બદલે, આપણે તે લોકોને મળી, જે કંઈ ભૂલ હોય, તે સુધારવાનો
પ્રયત્ન કરવો જોઈએ. કોઈ ડૉક્ટર ભૂલ કરે તો આપણે એમ નથી કહેતા કે
હોસ્પિટલ જ ન જોઈએ?”

“દરેક ગામડામાં ઓછામાં ઓછું એક મંદિર તો હોવું જ જોઈએ. આજે
બધા ફક્ત પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે. તે દુષિત તરંગોને નહિવત્‌ કરવા,
મંદિરનું અંતરીક્ષ શક્તિમાન છે. મંદિરે જઈ, ફક્ત બે સેકેંડ મન એકાગ્ર કરીએ
તો ત્યાંના અંતરીક્ષથી આપણું મન શુદ્ધ થાય છે.

“કોઈ પૂછી શકે, “શું મૂર્તિમાં ઈશ્વર રહેલો છે?” તમે વાદ કરી શકો કે,
“વાસ્તવમાં તો આપણે મૂર્તિકારની આરાધના કરવી જોઈએ, નહિ શું?” પિતાનું
ચિત્ર જોઈએ, ત્યારે આપણે રંગ કે ચિત્રકારને તો યાદ નથી કરતા? ઈશ્વર તો
સર્વવ્યાપી છે. આ આંખોથી આપણે તેને ન જોઈ શકીએ. પણ મંદિરમાં મૂર્તિના
દર્શન કરીએ ત્યારે આપણને ઈશ્વરનું સ્મરણ થાય છે. તે સ્મરણ આપણને
અનુગ્રહિત કરે છે. તે આપણા મનને શુદ્ધતા અને પવિત્રતા બક્ષે છે.”

એક યુવક : “અમ્મા, મનમાં જે સંશયોને લઈ અમે ફરતા હતા, આજે
આપે તેનું નિવારણ કર્યું છે. હું ચંદનનો ચાંલ્લો કરું છું, પણ તેની પાછળના તત્વ
કે તેના ઉદ્દેશ્થી, હું અજાણ હતો. ઘરે વડીલો ચંદન લગાવતા હોય છે. અમે તો
તેનું અનુકરણ માત્ર જ કરતા હતા. અમારાં મિત્રો જ્યારે આ વિષે પૂછતા, ત્યારે
તેમની સામે ફક્ત મોં બંધ કરીને ઊભા રહેતા. બાળપણમાં જે ઈશ્વરમાં વિવાસ
રાખતા હતા, તેમાંના કેટલાક આજે ઈશ્વરનો નિષેધ કરી રહ્યાં છે. આજે તેઓ
સિગરેટ અને મદ્યપાનને આધીન થયા છે. યુક્તિપૂર્વક તેમને કોઈ
સમજાવવાવાળું હોત, તો આ રીતે તેમણે સ્વયંનો નાશ ન કર્યો હોત. હું પણ
માર્ગ ચૂક્યો હોત, પરંતુ કોઈ ભયને કારણે હું પૂર્ણરૂપે ઈશ્વરથી મોં ફેરવી શક્યો
નહિ ફરી ક્યારે હું મારાં જૂના મિત્રોને લઈને આવીશ. અમ્મા, જો તમે ચાહો
તો તેમને સન્‌માર્ગપર લાવી શકો.”

અમ્મા : “નમઃ શિવાય (હસતા) પુત્ર, જે ખરેખર ઈશ્વરમાં વિશ્વાસ
રાખે છે, તે આદર્શને અનુસરી જીવન જીવે છે, તેમને ક્યારેય બૂરી આદતો
પોતાને આધીન કરી શકે નહિ. કારણ કે, તેઓ પોતાનામાં સ્થિર રહી જીવતા
હોય છે. તેઓ આનંદને બહાર નહિ, પણ પોતાની અંદર શોધે છે. પોતાની અંદર
રહેલા ઈશ્વરના દર્શન કરી, તેઓ આનંદ પામે છે. તેને કોઈ બાહ્ય વસ્તુ બાંધી
શકે નહિ. અમ્મા કોઈને ઈશ્વરમાં વિશ્વાસ કરવાને બાધિત કરતા નથી. પરંતુ
શા માટે બૂરી આદતોને આધીન થવાનું? ઘરનાઓ અને સમાજ માટે શા માટે
બોજારૂપ બનવાનું? સિગરેટ પીવી, મદ્યપાન, પૈસા ઉડાડવા, આ બધું આજે
ફેશન બની ગયું છે. રાજ્યનિતિજ્ઞો કે અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ, યુવાવર્ગને
આ પ્રકારની બૂરી આદતોમાંથી પાછા વાળવાનો પ્રયત્ન પણ કરતા નથી.
આ જ તો મુશ્કેલી છે. સ્વયં જો આચરણમાં ન મૂકે તો બીજા લોકો કેવી રીતે
શીખે? કેવી રીતે આદર્શોને ગ્રહણ કરે?”

અમ્માએ માતૃવાણીની એક પ્રતિ હાથમાં લીધી અને તેને ખોલી. તેનું
એક પાનું વળેલું હોવાથી, તે પાનું સરખુથી છપાયું ન હતું.

અમ્મા : “બાળકો, માતૃવાણીની દરેક પત્રિકાને કવરમાં નાખતા પહેલાં
ખોલીને દરેક પાનું તપાસી લેશો. શું આશ્રમવાસીઓએ બધા કાર્યોમાં પૂર્ણ
જાગરૂકતા અને કાળજી ન રાખવા જોઈએ?”

એક બ્રહ્મચારી થાળીમાં ભસ્મના પડીકા અને મીઠાઈ લઈને અમ્મા પાસે
આવ્યો. અમ્માએ તે નવયુવકોને કે જે પહેલીવાર આવ્યા હતા, તેમને બોલાવતા
કહ્યું, “બાળકો, આવો!”

પોતાના મનમાં લાંબા સમયથી સંગ્રહિત સંશયોનું આજે નિવારણ થયું
હતું. કૃતજ્ઞતાના ભાવ સાથે અમ્માના પવિત્ર કરકમલોમાંથી પ્રસાદ સ્વીકારી
તે યુવકોએ વિદાય લીધી.

વિષુ પર્વની ઉજવણી પર અમ્માનો સંદેશ
તા.૧૪ એપ્રિલ, ૨૦૨૧ – અમૃતપુરી

વિષુનો તહેવાર મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધની ભવ્ય ઉજવણી છે. વિષુકણી અને કન્નીકોન્ના ફૂલ, આપણા સુખ અને સંમૃદ્ધિ ખાતર ઈશ્વરે આપણા પર ન્યોછાવર કરેલ સંપત્તિના પ્રતિક છે. સમસ્ત ભૂમિ પર વર્ષના આ સમયે કન્નીકોન્નાના ફૂલ તેમની સુવર્ણ પ્રભા પ્રસારે છે. પ્રકૃતિનો આ વૈભવ જે આંખ અને મન માટે ઉજાણી છે, તે સૌંદય અને સમૃદ્ધિની ઘોષણા કરે છે.

વિષુ વર્ષનો તે સમય છે, જ્યારે વાર્ષિક પાકની ખેતરોમાં વાવણી થાય છે. આ સાથે આપણે આપણા મનમાં સારપના બી પણ વાવવા જોઈએ. આ બીની જો યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો તેમાંથી પ્રાપ્ત થતો પાક અનેકગણો હશે.

પ્રકૃતિ એક ખુલી કિતાબ છે. તે અક્ષય જ્ઞાનનો ભંડાર છે. પરંતુ, પ્રકૃતિનું આ જ્ઞાન કેવળ બુદ્ધી દ્વારા જ ગ્રહણ કરવું શક્ય નથી. આ માટે હૃદય પણ જરૂરી છે. ત્યારે જ આ જ્ઞાન પૂર્ણ થઈ શકે.

આપણે જ્યારે કોઈ નાના રોપાને જોઈએ, ત્યારે તે રોપા પ્રતિ પ્રેમ અનુભવવો જોઈએ. જ્યારે વૃક્ષોને જોઈએ, ત્યારે તેમના પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ અનુભવવો જોઈએ. જ્યારે વૃક્ષો અને જનાવરોને જોઈએ ત્યારે સહૃદયતાનો ભાવ અનુભવવો જોઈએ. પરંતુ, આજે મનુષ્ય કેવળ બુદ્ધિના સ્તર પર જ રહે છે. હૃદય સોય જેવું છે, જે તૂટેલું કંઈ ભેગું કરી સીવીને જોડે છે. ત્યારે મન કાતર જેવું છે. તે કેવળ કાપીને વિભાજીત જ કરે છે.

સેંકડો ખીલેલા ફૂલવાળા બગીચામાં પણ કોઈ ફક્ત સડેલા ફૂલ જ જુએ છે. તેઓ સરળમાં સરળ બાબતને પણ અત્યંત ગૂંચવણભરી બાબતમાં પરિવર્તિત કરી દેશે.

ભારતના કેટલાક પ્રાંતમાં વિષુનો આ તહેવાર નવવર્ષને સૂચવે છે. જુદા જુદા રાજ્યોમાં આ જુદા જુદા નામથી જાણીતો છે અને તેને ઉજવવાની રીત પણ એક એક રાજ્યમાં જુદી જુદી છે.

કેરાલામાં નવવર્ષના પ્રથમ પ્રભાતમાં આપણે શુકનવંતા કન્નીના ફૂલ અને ભગવાન શ્રીકૃષ્ણના સુંદર સ્વરુપને જોઈએ છીએ. ઈશ્વરને સર્વોપરી સ્થાન આપવું અને ઈશ્વરને જ આપણા જીવનમાં અન્ય કશા કરતાં મહત્વપૂર્ણ માનવા, આ કેવળ વિષુની ઉજવણીને જ સીમિત નથી. આ તો ભારતીય સંસ્કૃતિનું પ્રમાણ છે. આપણા બધા જ તહેવારો અને ઉજવણી, આપણી કલાકૃતિઓ અને રમતો, આપણું સાહિત્ય અને શાસ્ત્ર – આ બધું જ ઈશ્વર તરફની મનુષ્યની યાત્રાનો હિસ્સો તરીકે માનવામાં આવેલ છે. ઈશ્વર અને ધર્મને કેંદ્ર બિંદુમાં રાખી આપણે આપણા પારિવારીક અને સામાજીક જીવન વ્યતીત કરીએ છીએ.

વિષુના સંદેશમાં જીવન માટે આવશ્યક સર્વકાંઈનો સમાવેશ થાય છે. તેમાં ઈશ્વર-સસ્મરણ અને ભક્તિના પાઠ છે, તો સાથે પ્રતિદિન પાળવાના સુનિયમોનો પાઠ પણ છે. તેમાં પ્રતિદિન પોષ્ટિક ખોરાક લેવાનો પાઠ છે તો સાથે વિવેકપૂર્વક સુખી પારિવારિક જીવન જીવવા માટેનો સંદેશ પણ છે. તેમાં પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી માટેના પાઠ પણ છે. આ પ્રમાણે વિષુનો તહેવાર આપણને શરીર અને મન, બંને સંતૃપ્ત કરવાની અનુભૂતી આપે છે.

વિષુના દિવસે ફરી એકવાર ઉનાળાના આ સમયે પક્ષીઓ માટે પાણી રાખવાનું ભૂલશો નહિ. એક નાનો બાઉલ અથવા નાળિયેરની કાચલીમાં પાણી ભરી તેને વૃક્ષોમાં લટકાવશો. આ પર્યાપ્ત હશે.

પ્રતિદિન ઓછામાં ઓછું એક વૃક્ષ કે રોપાને ચુંબન આપશો. પ્રેમથી તેમની સાથે વાતો કરશો. આ મનોભાવ કેળવવા પ્રયત્ન કરશો. આ તમને હૃદય ખુલુ કરવા સહાય કરે છે. આ તમારી અંદરના બીજને પાણી આપવા જેવું છે, જેથી તે અંકુરિત થાય અને વિકસે. અત્યારે આ બી રણમાં પડયું છે. તેને અંકુરિત થવા પ્રેમ અને કરુણાના પાણી આવશ્યક છે.

ઈશ્વરના સર્જનને પ્રેમ કરવો અને તેમની સેવા કરવી, આ આપણા હૃદયને વિશાળ કરવાનો સરળમાં સરળ ઉપાય છે. વિષુના મૂલ્યોને આપણા જીવનમાં કેળવી, આપણા જીવન અર્થપૂર્ણ બને, એ જ પ્રાર્થના.

આમ બનવા કૃપા મારા બધા જ બાળકોને અનુગ્રહિત કરે!

                       ॥લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ॥

સૌમ્યા : “ક્યારેક અહીંના નિયમો અતિશય કડક લાગે છે.”

અમ્મા : “નિયમો બહુ જરૂરી છે. ખાસ કરીને એક આશ્રમમાં કે જ્યાં ઘણા લોકો વાસ કરતા હોય અને મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય. દા.ત. છોકરા છોકરીઓએ એકબીજા સાથે મુક્તપણે વાતચીત ન કરવી જોઈએ. જે લોકો અહીં આશ્રમમાં રહે છે, તેમણે બીજા માટે દાખલો બેસાડવાનો હોય છે. આ ઉપરાંત, જે અહીં રહે છે, બીજા લોકો કરતા તેમનો સ્વભાવ પણ જુદો હોય છે. જે નવા આવ્યા છે, તેમનામાં જોઈએ તેટલું નિયંત્રણ નથી. તેમણે તો સાધના કરવાની શરૂઆત જ કરી છે. જે બાળકો પહેલાં આવ્યા છે, તેમણે અમુક હદ સુધી પોતાના મનપર નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે. તેમને સંશય પૂછી શકો છો. એમા ખોટું નથી. પરંતુ, અમ્માનું કહેવું છે કે, એક હદ સુધી આમ કરી શકાય, એથી વધુ નહિ. જરૂર પૂરતું જ બોલવું, અધિક બોલવું ઉચિત નથી.”

સૌમ્યા : “અમ્મા, જે દિવસે તમો અમને જગાડો છો, તે દિવસે અમને સારી જાગૃતતા હોય છે.”

અમ્મા : “અમ્મા માટે જેને પ્રેમ છે, જે સાક્ષાત્કારની ઇચ્છા રાખે છે, તે ક્યારેય કોઈના બોલાવવાની રાહ નહિ જુએ અને સમયસર ઊઠી જશે. રાત્રે અમ્મા જ્યારે પોતાના ઓરડામાં પાછા ફરે છે, ત્યારે અનેક પત્રો વાંચવાના હોય છે. ત્યાર બાદ, બીજા દિવસ માટે આવશ્યક ચોખા, શાકભાજી, પૈસા વગેરે બાબતોની જાણ કર્યા વિના તેઓ સૂઈ શકે નહિ. અને જો કોઈ વસ્તુ પૂરતી ન હોય તો તે ખરીદવા માટેની આવશ્યક સુચનાઓ આપવાની હોય છે. આ ઉપરાંત, મુલાકાતીઓની સંભાળ લેવાની હોય છે. એટલું જ નહિ, અહીંના બાળકોની આવશ્યકતાઓ અને તેમના રોજબરોજના કાર્યો પણ અમ્માને
જોવાના હોય છે. આ બધું કર્યા પછી, તમને લોકોને જગાડવા તમારા દરેકના ઓરડામાં આવવું, અમ્માથી કેમ થાય?

“તમે જો અમ્માને પ્રેમ કરતા હો તો, અમ્માના વચનોનું કાળજીપૂર્વક અનુસરણ કરવું, એ પૂરતું છે. અમ્માની ખાતર અમ્માને પ્રેમ કરવાની જરૂર નથી. પરંતુ, તમે સાક્ષાત્કારની ઇચ્છા રાખતો હો તો, સર્વપ્રથમ અમ્મા માટે પ્રેમ હોવો જોઈએ, આશ્રમ માટે પ્રેમ હોવો જોઈએ, આ તૃષા તમારામાં હોવી જોઈએ. અમ્માને પ્રેમ કરવો તે અમ્માના વચનોનું અનુસરણ કરવાનું છે. તમને જ્યારે ગુરુ હોય, ત્યારે ગુરુ અને ગુરુની સ્થાપના સાથેનું બંધન, બાકી બધું વિસારી, તમને નિત્ય તરફ દોરી જવા સહાય કરે છે. તે ક્યારેય મિથ્યા નથી. બીજ માટીમાં મળે તો જ તે વૃક્ષ બની ઉગી શકે.”

સૌમ્યા : “અમ્મા, તમે શા માટે મારા પર ક્રોધ નથી કરતા?”

અમ્મા : “નહિ શું? શું દેવીભાવ દરમ્યાન કળરીમાં હું તારા પર ક્રોધ નથી કરતી?”

સૌમ્યા : “બહુ જ થોડો.”

અમ્મા (હસતા) : “પુત્રી, તારામાં અમ્મા માત્ર એક જ દોષ જુએ છે. અને તે છે, તું સવારે વહેલી નથી ઉઠતી. મોડીરાત સુધી કામ કરી, તું સૂવે છે. દર્શન સમયે બધો સમય તું ત્યાં ઊભી રહે છે. નહિ શું? બીજુ, સાક્ષાત્કારને લક્ષ્યમાં રાખી, પુત્રી તું બહુ શ્રમ કરે છે. કૃત્યનિષ્ઠ રહેવા તું પ્રયત્ન કરે છે. છટકવું કે આળસ કરવો, એવું તું કાંઈ કરતી નથી. માટે જ, ક્રોધ કરવાનો વારો આવતો નથી.”